For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભામાં સભાપતિ પર ઉકળી ઉઠ્યા માયાવતી

|
Google Oneindia Gujarati News

mayawati
નવી દિલ્હી, 12 ડિસેમ્બર: સરકારને રિટેઇલમાં એફડીઆઇ મુદ્દે મુશ્કેલીમાંથી બહાર લાવનાર બહુજન સમાજવાદી પાર્ટીએ પોતાનું વલણ આજે સંપૂર્ણ રીતે બદલી લીધું છે, અને પ્રમોશનમાં અનામતના મુદ્દે સરકાર પર ઉકળી ઉઠીને આજે તેણે રાજ્યસભાની કાર્યવાહી ચાલવા દીધી નહી.

પ્રમોશનમાં અનામત સામે બે દિવસથી ધમાલ કરી રહેલા સમાજવાદી પાર્ટીના નેતા આજે ચૂપચાપ બેસી રહ્યા. તેમનું સ્થાન આજે બસપાએ લઇ લીધું અને 12 વાગ્યા બાદ સંસદની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવી પડી. તેમના સભ્યો સરકારને દલિત વિરોધી અને લોકવિરોધી જણાવી નારેબાજી કરી રહ્યા હતા. બસપાના હંગામાંના કારણે પ્રશ્નકાળ પણ પૂરો ચાલી શક્યો ન્હોતો.

સવારે 11 વાગ્યે પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ થઇ બાદમાં બસપાના સભ્યો અને માયાવતી સભાપતિની ખુરશી પાસે આવીને નારેબાજી કરવા લાગ્યા. માયાવતીએ આ બીલ પર ચર્ચા નહી હોવાને રાજ્યસભામાં સભાપતિ હામિદ અંસારી પર પણ સવાલો ઉઠાવ્યા, અને કહ્યું કે છેલ્લા બે દિવસથી પ્રશ્નકાળ બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે છે.

તેણે અંસારીને જણાવ્યું કે 12 વાગ્યે આપ જતા રહો છો. સભાપતિ હામિદ અંસારીએ બસપાના સભ્યોને પ્રશ્નકાળ ચાલવા દેવા આગ્રહ કર્યો, પરંતુ તેમની પર તેની કોઇ અસર નહી થતા તેમણે ગૃહને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ ગૃહમાં અશાંતિ યાથાવત રહેતા અડધા કલાક બાદ અને પછી તેને દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી.

English summary
BSP chief Mayawati shocked the Rajya Sabha on Wednesday by telling chairman Hamid Ansari that he is "not seen" in the House in the afternoon after which the House is not allowed to function.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X