મુંબઇ: શાહરૂખ ખાનની ઓફિસ પર BMC એ ફેરવ્યું બુલડોઝર
શાહરૂખ ખાનની ઓફિસ પર ગેરકાયદેસર બાંધકામ માટે બીએમસીવનું બુલડોઝર ફરી વળ્યું.
શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ પર ગેરકાયદેસર બાંધકામ બદલ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધું છે. ગુરૂવારે ગોરેગાંવ સ્થિત શાહરૂખની આ ઓફિસ બીએમસી દ્વારા તોડવામાં આવી હતી. બીએમસીની આ કાર્યવાહી અંગે શહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ વીએફએક્સ તરફથી નિવેદન જાહેર કરી કહેવામાં આવ્યું છે કે, અમે આ જગ્યા ખરીદી નહોતી, ભાડે લીધી હતી. જે જગ્યાને તોડવામાં આવી ત્યાં કેન્ટિન હતી અને વર્તમાન સમયમાં તેનો ઉપયોગ નહોતો થઇ રહ્યો. સાથે જ તેમના અધિકૃત નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમે આ કાર્યવાહી વિરુદ્ધ સંબંધિત વિભાગ સાથે સંપર્ક કરીશું.

ગેરકાયદેસર બાંધકામ અંગે કરી સ્પષ્ટતા
રેડ ચિલીઝ તરફથી કહેવામાં આવ્યું છે કે, જે જગ્યા બીએમસી તરફથી તોડવામાં આવી, ત્યાં એનર્જી સેવિંગ સોલર પેનલ લાગેલું હતું, જેના થકી આખી ઇમારતમાં વીજળી પહોંચાડવામાં આવતી હતી. વીએફએક્સ રેડ ચિલીઝમાં આ પેનલ દ્વારા વીજળી સપ્લાય થતી હતી અને એ જ ભાગ બીએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યો. જ્યાં કાર્યવાહી થઇ એ જગ્યાએ એક કેન્ટિન હતી, જે ઘણા સમયથી બંધ હતી. કંપનીના કેટલાક કર્મચારીઓ સાથે લાવેલ ટિફિન ખાવા માટે એ જગ્યાનો ઉપયોગ કરતા હતા.












Click it and Unblock the Notifications
