MCD Poll: મતદાન પૂર્ણ, ખૂબ ધીમી ગતિએ થયું મતદાન
272 બેઠકોવાળી દિલ્હી એમસીડી ચૂંટણીમાં મુખ્ય હરીફાઇ ભાજપ, કોંગ્રેસ અને હાલ દિલ્હીમાં સત્તા પર આરૂઢ આમ આદમી પાર્ટી વચ્ચે છે. ભાજપ સતત બે વાર દિલ્હી એમસીડીથી વિજેતા રહ્યું છે.
દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં 270 બેઠકો માટે મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. 272માંથી 270 વોર્ડમાં આજે રવિવારના રોજ મતદાન યોજાયું હતું. ઉપલબ્ધ જાણકારી અનુસાર દિલ્હીમાં ખૂબ ધીમી ગતિએ મતદાન થયું હતું.

- મતદાન પૂર્ણ, બપોરે 3 વાગ્યા સુધીમાં લગભગ 32 ટકા મતદાન
- અત્યંત ધીમી ગતિએ થયું મતદાન
- ઉત્તર દિલ્હી નગર નિગમથી 49,48,554 મતદારો, દક્ષિણ દિલ્હી નગર નિગમથી 51,20,819 અને પૂર્વ દિલ્હી નગર નિગમથી 31,65,531 મતદારો મતદાન કરશે.
- ઉત્તર દિલ્હી નગર નિગમથી 1004, દક્ષિણ દિલ્હી નગર નિગમથી 985 અને પૂર્વ દિલ્હી નગર નિગમથી 548 ઉમેદવારો મેદાનમાં છે.
- અરવિંદ કેજરીવાલનું ટ્વીટ - દિલ્હીમાં ઘણી જગ્યાએ ખરાબ થયા EVM મશીનો
Reports from all over Delhi of EVM malfunction, people wid voter slips not allowed to vote. What is SEC doing?
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 23, 2017
ચૂંટણી બાદ આપ બનશે જમાનત જપ્ત પાર્ટી: ભાજપ
- ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, અરવિંદ કેજરીવાલનું ડેંગ્યુ અને ચિકનગુનિયા અંગેનું નિવેદન અસંવેદનશીલ હતું. દિલ્હીના માતા-પિતા તેમનાથી નારાજ છે. એમસીડી ચૂંટણી બાદ AAP JJP(જમાનત જપ્ત પાર્ટી) બની જશે. ઇવીએમ અંગે કેજરીવાલને દરેક જગ્યાએ સણસણતો જવાબ મળ્યો છે. કેજરીવાલને કારમી હાર ભોગવવાનો વારો આવશે.
- સવારે 9.37 વાગે દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવાર સહિત મતદાન કર્યું હતું. અહીં કેજરીવાલે કહ્યું કે, હું દિલ્હીના લોકોને અપીલ કરું છું કે, તેઓ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા આવે. લોકોને હું સફાઇના પક્ષમાં તથા દિલ્હીને ડેંગ્યૂ, ચિકનગુનિયા, મલેરિયા જેવી બીમારીઓથી મુક્ત કરવા માટે મતદાન કરવા વિનંતી કરું છું.
Delhi CM Arvind Kejriwal and his family after casting vote at a polling booth in Road Transport Office in Civil Lines #MCDelections2017 pic.twitter.com/J1OcI4LjXc
— ANI (@ANI_news) April 23, 2017
57,000 સુરક્ષા કર્મચારીઓ ખડે પગે હાજર હતા. મતદાન પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્રણ નગર નિગમના મતદાન માટે 13,234 પોલિંગ બૂથ બનાવડાવવામાં આવ્યા હતા. આ પોલિંગ બૂથ પર કુલ 70,000 કર્મચારીઓ કાર્યરત હતા.
આ વખતે ત્રણ નગર નિગમમાં 1.32 કરોડ મતદારો છે, જેઓ 2537 ઉમેદવારો અંગે નિર્ણય કરશે. ઉત્તર દિલ્હીના સરાય પીપલ થલા અને પૂર્વ દિલ્હીના મોજપુર વોર્ડમાં સપા ઉમેદવારોના મૃત્યુને કારણે અહીં આજે મતદાન નહીં યોજાય. આ વોર્ડમાં મે માસમાં મતદાન યોજવામાં આવશે.
More From
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
