MCD elections: 50 કરોડની સંપત્તિ ધરાવતી ઉમેદવાર નંદિની શર્મા હારી, જાણો કોણે હરાવી
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં છેલ્લા 15 વર્ષથી શાસન કરી રહેલી આમ આદમી પાર્ટીએ ભાજપનો સફાયો કરી દીધો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દોઢ દાયકા બાદ બદલાવ આવ્યો છે. AAPને 250-સીટ MCDમાં 134 બેઠકો મળી છે, જે બહુમ
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં છેલ્લા 15 વર્ષથી શાસન કરી રહેલી આમ આદમી પાર્ટીએ ભાજપનો સફાયો કરી દીધો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દોઢ દાયકા બાદ બદલાવ આવ્યો છે. AAPને 250-સીટ MCDમાં 134 બેઠકો મળી છે, જે બહુમતી (126) કરતા 8 વધુ છે. બીજી તરફ ભાજપે 104, કોંગ્રેસે 9 અને અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો પર જીત મેળવી છે. જો કે આ ચૂંટણીમાં અનેક વોર્ડ એવા હતા જેના પરિણામો પર સૌની નજર હતી.

દિલ્હી MCD ચૂંટણીમાં અમીર ઉમેદવારોને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ડેટા મુજબ, 66.9 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક ઉમેદવાર રામ દેવ શર્મા MCD ચૂંટણીમાં હારી ગયા છે. બીજી તરફ માલવિયા નગરથી ભાજપના અમીર ઉમેદવાર નંદિની શર્માને પણ હારનો સામનો કરવો પડ્યો છે. નંદિનીની કુલ સંપત્તિ 49.84 કરોડ હોવાનું કહેવાય છે.
નંદિની દિલ્હી દક્ષિણમાં બીજેપીની 149-માલવીયા નગર સીટ પરથી ચૂંટણી લડી રહી છે. ચૂંટણી એફિડેવિટમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 49 કરોડ 84 લાખથી વધુ હોવાનું જાહેર કર્યું છે. જેમાં નવ કરોડથી વધુની જંગમ અને 40 કરોડથી વધુ સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. નંદિની હોમિયોપેથિક ડોક્ટર છે. તેણે પીએચડી કર્યું છે. નંદિનીને આમ આદમી પાર્ટીના લીના કુમારીએ હાર આપી છે. આ બેઠક પર બનીયા અને પંજાબી સમાજના મતદારોની સંખ્યા વધુ હતી.
આ વોર્ડમાંથી AAPની લીના કુમારી 13773 વોટ મેળવીને જીતી છે. જ્યારે બીજા નંબરે નંદિની શર્માને 10143 વોટ મળ્યા હતા. કોંગ્રેસે આ બેઠક પરથી તબસ્સુમ ફાતિમા સિદ્દીકીને ટિકિટ આપી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપની નંદિની શર્માને 8885 વોટ મળ્યા હતા. જ્યારે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોનિકા તલવારને 5612 વોટ મળ્યા હતા. બીજેપીની નંદિની શર્માએ AAPની મોનિકા તલવારને લગભગ 3200 વોટથી હરાવ્યા.












Click it and Unblock the Notifications
