For Quick Alerts
For Daily Alerts
મીડિયાના મત મુજબ બંગાળ કુકર્મી છે: મમતા બેનર્જી
કલકત્તા, 16 ઑક્ટૉબર: ફરી એકવાર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુસ્સે ભરાયેલ છે અને આ વખતે તેમના નિશાના પર મીડિયાવાળા છે. મમતાબેનર્જીનું કહેવું છે કે મીડિયાવાળા તો બંગાળમાં રેપના સમાચાર એ રીતે પ્રસિદ્ધ કરે છે કે જાણે આખું બંગાળ કુકર્મી હોય. બળાત્કારની ઘટનાઓને ચટાકેદાર બનાવીને બતાવવામાં આવે છે જેનાથી લોકોને લાગે છે કે બંગાળમાં ફ્ક્ત બળાત્કાર જ થાય છે.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે આજના ઉછેરમાં બાળકોને જરૂરથી વધારે છૂટ આપવામાં આવી છે જેના કારણે કુકર્મની ઘટનાઓ વધી ગઇ છે અમારા જમાનામાં કોઇ છોકરો છોકરીનો હાથ પણ પકડે તો હોબાળો મચી જતો હતો પરંતુ આજે તો દરેક વસ્તુ ખુલીને સામે આવી ગઇ છે.
આજે બાળકો વડીલો સામે કોઇ સંકોચ વિના દરેક વસ્તુ કહે છે જેનું ખરાબ પરિણામ રેપના રૂપમાં સામે આવ્યું છે પરંતુ મીડિયાવાળા જે ઉમેરીને બતાવે છે તેનાથી સમાજને નુકસાન થઇ રહ્યું છે આ નકારાત્મક પત્રકારત્વનું પરિણામ છે.