ખુદ પર લાગેલ યૌશ શોષણના આરોપોને CJI રંજન ગોગોઈએ નકાર્યા, કહ્યું- મોટી તાકાતોનો હાથ
ખુદ પર લાગેલ યૌશ શોષણના આરોપોને CJI રંજન ગોગોઈએ નકાર્યા, કહ્યું- મોટી તાકાતોનો હાથ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના પર લાગેલ યૌન ઉત્પીડનના આરોપોનો ઈનકાર કર્યો છે. સીજેઆઈ રંજન ગોગોઈની આગેવાનીવાળી બેંચે આ મામલા પર હાલ કોઈ આદેશ પાસ નથી કર્યો અને મીડયાને ન્યાયપાલિકાની સ્વતંત્રતા માટે સંયમ બતાવવા કહ્યું છે. સીજેઆઈ પર તેની સાથે જ કામ કરતી જૂનિયર સહાયકે યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા અને જેના પર શનિવારે સુનાવણી થઈ.

સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે ઑનલાઈન મીડિયામાં કથિત યૌન ઉત્પીડનના સંબંધમાં લાગેલ આરોપો પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે શારીરિક સતામણીનો આરોપ લગાવનાર મહિલા પાછળ મોટી તાકાત છે. સીજેઆઈએ કહ્યું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ખતરામાં છે અને ન્યાયપાલિકાને અસ્થિર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
CJI on sexual harassment allegations against him says independence of judiciary is under very very serious threat and there is a “larger conspiracy” to destabilise the judiciary. He says there is some bigger force behind the woman who made sexual harassment charges. https://t.co/tc05vQcBZK
— ANI (@ANI) April 20, 2019
રંજન ગોગોઈએ કહ્યું કે, 'ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર ગંભીર ખતરો છે અને મારા ઉપર લગાવવાાં આવી રહેલ આરોપોથી બહુ પરેશાન છું. 4 મીડિયા હાઉસે વિસ્તારથી આના પર કહાનીઓ પ્રકાશિત કરી છે. મને તેમનાથી જાણકારી મળી છે.'
આ પણ વાંચો- યે અંદર કી બાત હૈ, જાણો શા માટે પ્રિયંકા કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ












Click it and Unblock the Notifications
