યે અંદર કી બાત હૈ, જાણો શા માટે પ્રિયંકા કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ
યે અંદર કી બાત હૈ, જાણો શા માટે પ્રિયંકા કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ
શુક્રવારે બપોરે શિવસેનામાં પ્રિયંકા ચતુર્વેદી જોડાઈ ગઈ તે બાદ તુરંત પાર્ટીના ચીફ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સેનાને તેની નવી બહેન મળી ગઈ છે. પ્રિયંકાએ ઉઠાવેલ પગલું કોંગ્રેસ માટે આઘાતજનક હતું, ખાસ કરીને મુંબઈમાં. મુંબઈમાં 28મી એપ્રિલે લોકસભાની ચૂંટણી પણ થનાર છે. કોંગ્રેસમાં પ્રિયંકા ચતુર્વેદી મહત્વના પદ પર હતી અને યુવાનો તથા સોશિયલ મીડિયામાં તેનું ઈન્ફ્લૂએન્સ પણ સારુંએવું હતું. મથુરામાં પ્રિયંકા સાથે પાર્ટીના કાર્યકરોએ કરેલ દુર્વ્યવહા બાદ તેઓ કોંગ્રેસથી નારાજ હતાં.

પરંતુ શું માત્ર કોંગ્રેસ છોડવાનું આ એક જ કારણ હતું કે પછી મુંબઈ નોર્થથી તેને ટિકિટ ન મળી હોવાના કારણે પણ તે પાર્ટીથી નારાજ હતી? રાફેલ ડીલ પર પ્રિયંકા ચતુર્વેદી અને અન્ય કોંગ્રેસી નેતાઓએ દેશભરમાં પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન મથુરામાં કેટલાક કોંગ્રેસી નેતાઓએ પ્રિયંકા ચતુર્વેદી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ઘટના બાદ પ્રિયંકા ભારે ગુસ્સામાં હતાં. સૂત્રોએ કહ્યું કે પ્રિયંકા જ્યારે કોંફ્રેન્સ છોડીને ચાલ્યા ગયાં ત્યારે નેતાઓ તેમની પાછળ પાછળ તેણીના રૂમ સુધી પહોંચી ગયા હતા. ત્યારે પ્રિયંકાએ પાર્ટીના ટૉપ લિડરને આ અંગે ફરિયાદ કરવાનું નક્કી કરી લીધું હતું.
આ ઘટનામાં સામેલ મથુરાના કોંગ્રેસી નેતાઓમાં અસોક ચકલેશ્વર, ઉમેશ પંડિત, પ્રતાપ સિંહ, અબ્દુલ જબ્બર, ગિરધારી લાલ પાઠક, ભૂરી સિંહ જાયસ, પ્રવિણ ઠાકુર અને યતિન્દ્ર મુકાદમ સામેલ હતા. પ્રિયંકા ચતુર્વેદીએ હાઈકમાન્ડને ફરિયાદ કર્યાના તુરંત બાદ 8 નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ 15 એપ્રિલે આ બધાને વોર્નિંગ આપી ફરીથી પાર્ટીમાં જગ્યા આપી દેવામાં આવી હતી. નેતાઓએ લેખિતમાં માફીનામું લખ્યું. જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મામલે દખલ કરી. પાર્ટીમાં આઠેય નેતાઓને ફરી જગ્યા મળી જતાં પ્રિયંકા નારાજ હતાં. થોડા દિવસ પહેલા પ્રિયંકાએ ટ્વીટર પર પણ આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
સૂત્રોએ જણાવ્યુ્ં કે ત્યારે શિવસેના અને પ્રિયંકા ચતુર્વેદી વચ્ચે વાર્તાલાપ શરૂ થયો. શિવસેનાના ટૉપ લિડર્સને જ આ અંગે ખ્યાલ હતો. પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં જોડાઈ ગયાં હોવાની માહિતી બધાને ત્યારે મળી જ્યારે તેમણે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને આ અંગે જાહેરાત કરી કે સ્ત્રીઓની પ્રતિષ્ઠા હોડમાં હોવાથી તેમણે કોંગ્રેસ છોડી શિવસેનામાં જોડાવવાનો નિર્ણય કર્યો. યૂથ આઈકન પ્રિયંકા ચતુર્વેદી 10 વર્ષતી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલ હતાં અને તેમનું ફેન ફોલોઈંગ પણ જબરું છે. જો કે કોંગ્રેસના સૂત્રોએ કંઈક અલગ જ સ્ટોરી કહી છે. ચૂંટણી પહેલા મુંબઈ કોંગ્રેસમાં ઘણો તફાવત હતો.
આ પણ વાંચો- પોતાના તર્કોથી લોકોની બોલતી બંધ કરનાર પ્રિયંકા કેવી રીતે બન્યા કોંગ્રેસના સ્ટાર પ્રચારક
મુંબઈના વરિષ્ઠ નેતાઓ એકબીજા સામે લડી રહ્યા હતા, જ્યારે અમુકે તો ચૂંટણી પણ નહોતી લડવી. ત્યારે પ્રિયંકાને લાગ્યું કે કોંગ્રેસ તેને મુંબઈ નોર્થ સીટ પરથી લોકસભાની ટિકિટ આપશે. પરંતુ ઉર્મિલા માતોન્ડકરને ટિકિટ આપી દેવામાં આવી, જેનાથી પ્રિયંકા ગુસ્સે થઈ હતી. અને તેથી તેણીએ શિવસેનાના મોવડી મંડળ સાથે વાતચીત કરવાનું શરૂ કરી દીધું. સૂત્રો મુજબ 6 મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થનાર છે ત્યારે શિવસેના પ્રિયંકાને વિધાનસભાની ટિકિટ આપશે.
શુક્રવારે પ્રેસ કોન્ફ્રેન્સમાં પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે, તે પોતાની મહત્વકાંક્ષાઓ તરફ આગળ વધી પ્રગતિ કરવા માંગતી હોય કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ રહી છે. પ્રિયંકાએ કહ્યુ્ં કે, "મને આશા હતી કે કોંગ્રેસ મને અન્ય સ્તર સુધી લઈ જશે પણ તે બની ન શક્યું."
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ










Click it and Unblock the Notifications
