For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોસ્ટેલમાં હોરર ડ્રામા, છોકરીઓને ભૂત બનીને ડરાવતી હતી વોર્ડન

મેરઠના ખરખૌદા વિસ્તારના કસ્તુરબા ગાંધી બાલિકા આવાસ વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ ઘ્વારા હોસ્ટેલની વોર્ડન પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મેરઠના ખરખૌદા વિસ્તારના કસ્તુરબા ગાંધી બાલિકા આવાસ વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ ઘ્વારા હોસ્ટેલની વોર્ડન પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આરોપ છે કે હોસ્ટેલ વોર્ડન પોતાના કોઈ મિત્ર સાથે મળીને રોજ રાત્રે છોકરીઓને ભૂત બનીને ડરાવતી હતી. જયારે તેનો વિરોધ કરવામાં આવતો ત્યારે તેમને મારવામાં આવતા હતા. આ ઘટનાથી સ્કુલની છોકરીઓ ગભરાઈ ગયી છે. ઘણીવાર ફરિયાદ પણ કરવામાં આવી પરંતુ મોઢું ખોલવા પર છોકરીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આખરે છોકરીઓ ઘ્વારા હિમ્મત કરીને બીએસએ અને ડીએમ પાસે પત્ર લખીને આખા મામલે તેમને જાણ કરી. ત્યારપછી મંગળવારે સ્કુલ વિધાર્થિનીઓ ઘ્વારા વોર્ડનનો ઘેરાવ કર્યો અને હંગામો પણ કર્યો. આખો મામલો સામે આવ્યા પછી અધિકારીઓ હરકતમાં આવ્યા અને તેમને તપાસ શરૂ કરી. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે શરૂઆતી જાંચમાં વોર્ડન દોશી માનવામાં આવી અને તેને હટાવી દેવામાં આવી છે. પરંતુ હજુ પણ છોકરીઓને સ્કૂલમાં ડર લાગી રહ્યો છે.

કસ્તુરબા ગાંધી વિદ્યાલય હોસ્ટેલનો મામલો

કસ્તુરબા ગાંધી વિદ્યાલય હોસ્ટેલનો મામલો

આ આખો મામલો કસ્તુરબા ગાંધી વિદ્યાલય હોસ્ટેલનો છે. જ્યાં લગભગ 100 જેટલી છોકરીઓ અભ્યાસ કરે છે. છોકરીઓ ઘ્વારા વોર્ડન પર રાતના સમયે સ્કૂલના એક ગાર્ડ સાથે મળીને છોકરીને ભૂતનો ભય બતાવી ડરાવવાનો આરોપ લગાવ્યો છે.

ભૂતનું સત્ય સામે આવ્યું

ભૂતનું સત્ય સામે આવ્યું

છોકરી ઘ્વારા ગભરાઈને ભૂતની સચ્છાઇ વિશે વાત કહી. આ મામલે તેમને ફરિયાદ કરતા ડીએમ અને બીએસએ નામની ચિઠ્ઠી લખી. અધિકારી ઓ ઘ્વારા જાણવા મળ્યું કે ભૂતની કહાની પાછળ વિદ્યાલયની વોર્ડન પોતે જવાબદાર છે.

રાત્રે આવતો દરોગા

રાત્રે આવતો દરોગા

રાત્રે ઘણીવાર દરોગા આવતો જેને કારણે વિવાદ પણ થયો. આરોપ છે કે વોર્ડને ધમકી આપીને બધાને ચૂપ કરાવી દીધા. છોકરીના ખાવામાં દવાઓ મેળવવી, મારપીટ કરવી અને વોર્ડન ના કથિત સાથી ઘ્વારા છોકરી સાથે છેડછાડ કરવા જેવા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. વોર્ડન ઘ્વારા આપવામાં આવેલી સફાઈમાં તેને જણાવ્યું કે તેને ફસાવવામાં આવી રહી છે. આ પહેલા પણ આવા આરોપ લાગ્યા છે. વિદ્યાલયની શિક્ષિકાઓ છોકરીઓ ઘ્વારા તેના પર ખોટા આરોપો લગાવી રહી છે.

English summary
meerut kasturba school warden dresses up as ghost and scare the students
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X