મળો એ DSP ને, જેને યુપી સરકારે DSPમાંથી SI બનાવી દીધા!
યુપીમાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ઉઠે છે. લોકો સરકારે ફરિયાદો કરે છે પરંતુ અધિકારીઓ તેની ગંદી માનસિકતામાંથી બહાર આવવા તૈયાર નથી. જો કે આ તમામ ઘટનાઓ વચ્ચે હવે યુપી સરકારે દાખલો બેસાડતી કાર્યવાહી કરી છે.
યુપીમાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ઉઠે છે. લોકો સરકારે ફરિયાદો કરે છે પરંતુ અધિકારીઓ તેની ગંદી માનસિકતામાંથી બહાર આવવા તૈયાર નથી. જો કે આ તમામ ઘટનાઓ વચ્ચે હવે યુપી સરકારે દાખલો બેસાડતી કાર્યવાહી કરી છે.

મળતી વિગતો અનુસાર, ઉત્તરપ્રદેશના જાલૌન જિલ્લાના પીટીસી બ્રાંચમાં ડીએસપી વિદ્યાશંકર શર્મા તૈનાત હતા. વિદ્યાશંકર શર્માનો 2021માં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં શર્મા નોટોના બંડલ સાથે દેખાયા હતા. આ વીડિયોમાં દાવો કરાયો હતો કે તે વીડિયો એ સમયનો છે જ્યારે શર્મા રામપુરમા ડીએસપી તરીકે કાર્યરત હતા. તેમના પર આરોપ હતો કે તેમને એક ગેંગરેપ કેસને રફાદફા કરવા માટે 5 લાખની લાંચ માંગી હતી.
જે કેસની વાત થઈ રહી છે તેની વાત કરીએ તો, રામપુરની એક મહિલાએ હોસ્પિટસ સંચાલક પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. મહિલાનાઓ આરોપ છે કે તે એફઆરઆઈ માટે ગઈ તો પોલીસે એફઆરઆઈ દાખલ ન કરી, જો કે ત્યારબાદ વિવાદ વધતા ફરિયાદ દાખલ કરાઈ હતી. જો કે બીજી તરફ આરોપીએ પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. આ મામલામાં આરોપી ડીએસપી વિદ્યાશંકર શર્માએ આરોપી પાસેથી 5 લાખની માંગણી કરી હતી. તેનો એક વીડિયો વાયરલ થયો હતો.
હઆ મામલો યુપી સરકારને ધ્યાનમાં આવતા તેને સસ્પેન્ડ કરાયા હતા અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ તપાસમાં ડીએસપી ગુનેગાર સાબિત થતા તેને ડીએસપીમાંથી સબ ઈન્સ્પેક્ટર બનાવી દેવાયા છે. આ માહિતી ખુદ યોદી આદિત્યનાથે ટ્વિટ કરીને આપી હતી.












Click it and Unblock the Notifications
