Meghalaya Earthquake : ગુજરાત બાદ હવે મેઘાલયમાં 5 કલાકમાં આવ્યો બીજી વાર ભૂકંપ
Meghalaya Earthquake : નોર્થ ઈસ્ટ વિસ્તારમાં મંગળવારના રોજ નોંધાયેલો આ બીજો ભૂકંપ છે. પાંચ કલાકથી ઓછા સમયમાં મણિપુર અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Meghalaya Earthquake : મેઘાલયમાં મંગળવારની સવારે 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જે બાદ થોડા જ કલાક પહેલા રિક્ટર સ્કેલમાં 3 કલાકે મણિપુરમાં ભૂકંપ આવ્યો હતો. એટલે કે નોર્થમાં 5 કલાકથી પણ ઓછા સમયમાં ભૂકંપનો ત્રીજો આંચકો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર મેઘાલયના તુરામાં મંગળવારના રોજ રિક્ટર પર 3.7 તીવ્રતામાં ભૂકંપ નોંધાયો હતો. તુરામાં 59 કિલોમીટર ઉત્તર સવારે 6.57 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની ઊંડાઈ 29 કિમી છે. 28-02-2023 ના રોજ 06:57:18 IST કલાકે 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું અક્ષાંશ: 26.04 અને લંબાઈ 90.11, ઊંડાઈ: 29 કિ.મી હતું.
મંગળવારના રોજ નોંધાયેલા ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં આ બીજો ભૂકંપ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અગાઉ મંગળવારની વહેલી સવારે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સવારે લગભગ 2.46 કલાકે ભૂકંપ 25 કિલોમીટરની ઉંડાઈએ નોંધાયો હતો.
ગુજરાત રાજ્યના બે જિલ્લામાં સોમવારના રોજ 24 કલાકના ગાળામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા કચ્છમાં 3.8 અને અમરેલીમાં 3.3 નોંધાઈ હતી. જોકે, આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.












Click it and Unblock the Notifications
