Meghalaya Exit Polls : નાગાલેન્ડમાં બીજેપી ગઠબંધનની સરકાર બની શકે, 35થી વધુ સીટો મળવાનો અંદાજ

ઝી ન્યૂઝ એક્ઝિટ પોલના પરિણામો પર વિશ્વાસ કરીએ તો બહુમતી સાથે બીજેપી ગઠબંધન સત્તામાં આવી રહ્યું છે. આ એક્ઝિટ પોલમાં ભાજપ અને નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી ગઠબંધનને રાજ્યમાં 60માંથી 35થી 43 બેઠકો મળી શકે છે.

નવી દિલ્હી : ઝી ન્યૂઝ એક્ઝિટ પોલમાં નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનની જીત થઈ રહી હોવાના સંકેતો મળ્યા છે. આ એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી એટલે કેNDPP અને બીજેપી ગઠબંધન રાજ્યમાં સત્તામાં પરત ફરતું જોવા મળી રહ્યું છે.

Meghalaya Exit Polls

60 સભ્યોની નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીમાં 59 બેઠકો માટે મતદાન થયું છે. આમાંથી સત્તાધારી ગઠબંધનના ખાતામાં 35 થી 43 બેઠકો આવવાનો અંદાજ છે. અહીં તમને જણાવી દઈએ કે આ માત્ર એક્ઝિટ પોલના અંદાજ છે. સાચા પરિણામો 2 માર્ચે મત ગણતરી બાદ સામે આવશે.

ઝી ન્યૂઝ એક્ઝિટ પોલના પરિણામો પર વિશ્વાસ કરીએ તો બહુમતી સાથે બીજેપી ગઠબંધન સત્તામાં આવી રહ્યું છે. આ એક્ઝિટ પોલમાં ભાજપ અને નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી ગઠબંધનને રાજ્યમાં 60માંથી 35થી 43 બેઠકો મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસને માત્ર 1 થી 3 બેઠકો જ મળી શકે છે.

આ સિવાય નાગા પીપલ્સ ફ્રન્ટને 2 થી 5 બેઠકો મળી શકે છે. NPP ને અહીં શૂન્યથી 1 બેઠક મળી શકે છે. અહીં અન્યની વાત કરીએ તો, 6થી 11 બેઠકો મળવાની સંભાવના છે. અહીં એ પણ ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં NDPP 40 અને ભાજપ 20 સીટો પર ચૂંટણી લડી રહી છે. રાજ્યના પૂર્વ ભાગમાં અલગ રાજ્યની માંગ, સરકારી યોજનાઓ અને પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચાર, આસામ સાથેનો સીમા વિવાદ અને આતંકવાદ ચૂંટણીમાં મુખ્ય મુદ્દા રહ્યા છે.

છેલ્લી 2018 નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં શાસક NDPP ને 17, NPF 26, BJP 12, APEP ને 2 બેઠકો મળી હતી. કોંગ્રેસ ગઈ વખતે એક પણ સીટ જીતી શકી નહોતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X