વિવાદ વચ્ચે મેઘાલય સરકાર આસામ સરહદ પર 7 ચોકી બનાવશે, કેબિનેટ મંજુરી આપી

મેઘાલય અને આસામ વચ્ચે સરહદ વિવાદને લઈને ખુની સંઘર્ષ થઈ ચુક્યો છે ત્યારે હવે મેઘાલય સરકારે મોટો નિર્ણય લીધો છે.

મેઘાલય અને આસામ વચ્ચે સરહદ વિવાદને લઈને ખુની સંઘર્ષ થઈ ચુક્યો છે ત્યારે હવે મેઘાલય સરકારે મોટો નિર્ણય લીધો છે. મળતી વિગતો અનુસાર, આ નિર્ણય મેઘાલય સરકાર દ્વારા આ નિર્ણય આસામ-મેઘાલય બોર્ડર પર થયેલી હિંસક અથડામણને ઓછી કરવા માટે લેવામાં આવી રહ્યો છે.

Meghalaya

હાલમાં જ બોર્ડર પર હિંસક અથડામણમાં 6 લોકોના મોત થયા હતા. હિંસા દરમિયાન ગોળીબારમાં મેઘાલયના પાંચ અને આસામના એક વન રક્ષક સહિત છ લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને સરહદ પર તણાવની સ્થિતી છે.

વિવાદો વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે કે, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની અઘ્યક્ષતામાં શિલોંગમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. હવે કેબિનેટે મેઘાલયમાં સરહદી વિસ્તારોમાં સંવેદનશીલ સ્થળોએ ચોકી બનાવવાની મંજૂરી આપી છે.

મળતી વિગતો અનુસાર, આ પોસ્ટ પૂર્વ જૈનતિયા હિલ્સમાં મુરિયપ, પશ્ચિમ જયંતિયા હિલ્સમાં મુક્રોહ અને તિહવેહ, રાની-જિરાંગ, ઉમવાલી, રી-ભોઈમાં લેજાડુબી અને પશ્ચિમ ખાસી હિલ્સમાં લાંગપીહ ખાતે સ્થાપિત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ચોકીઓના નિર્માણ માટે ઝડપથી કામગીરી કરવા કહ્યુ છે.

આ બાબત મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યું કે, બ્લોક 2ની સરહદે આવેલા રી ભોઈ જિલ્લા માટે પણ ચેકપોસ્ટ સ્થાપવા સૂચનો હતા. આ અંગે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક લોકો સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે પોલીસ મહાનિર્દેશક મેઘાલયને વિસ્તારોની મુલાકાત લેવા અને બ્લોક 2 ના વિસ્તારો માટે પ્રસ્તાવ લાવવા કહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X