સામાન્ય સિગરેટ કરતા પણ વધારે ખતરનાક હોય છે મેંથોલ
વોશિંગ્ટન, 24 જુલાઇ : અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે મેંથોલ સિંગરેટ વધારે ખતરનાખ નથી હોતી પરંતુ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એજેન્સીની હાલની તપાસમાં એ બાબત સામે આવી છે કે સામાન્ય સિગરેટ કરતા પણ ખતરનાખ હોય છે.
એજન્સીએ જણાવ્યું કે મિન્ટ ફ્લેવર્ડ સિગરેટ એટલી જ ઝેરીલી છે જેટલી અન્ય સિગરેટ. તેમણે જણાવ્યું કે આ પ્રકારની સિગરેટને શરૂ કરવી સરળ તો છે પરંતુ છોડવી ખૂબ જ મુશ્કેલ હોય છે.
અમેરિકન સ્વાસ્થ્ય વિભાગ અનુસાર 25 ટકા શ્વેત લોકો મેંથોલ સિગરેટ પીવે છે જ્યારે 70 ટકાથી વધારે આફ્રીકી મૂળના અમેરિકન આ સિગરેટ પીવે છે. આ ઉપરાંત દુનિયાભરમાં તેની તલબ ધરાવતા લોકો છે જે લોકો આને હજી સુધી સામાન્ય સિગરેટની જેમ ઓછી હાનિકારક માનતા રહ્યા છે.જોકે સૌને એ વાતની તો ચોક્કસ ખબર છે કે કોઇપણ પ્રકારનું સ્મોકિંગ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. માટે સ્વસ્થ અને સારું જુવન જીવવા માટે તંબાકુનું સેવન અને સ્મોકિંગનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઇએ.













Click it and Unblock the Notifications
