'મર્સલ'ના GST સિનને આ લોકોનો મળ્યો સાથ

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા કેટલાક સમયથી એક દક્ષિય ભારતીય ફિલ્મ 'મર્સલ' ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મના એક સિનને કારણે દિવસે ને દિવસે વિવાદ વધતો જાય છે. દક્ષિણના સુપરસ્ટાર વિજયની આ ફિલ્મ હાલમાં જ રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં જીએસટી ઉપર એક સિન છે, આ સિન કાઢવો જોઇએ એવી ભાજપના નેતાઓની માંગણી છે. આ ચર્ચાસ્પદ સિન તથા ડાયલોગની એક ક્લિપ પણ ઇન્ટરનેટ પર હાલ ખૂબ વાયરલ થઇ રહી છે.

mersal

આ ક્લિપમાં હીરો વિજય કેન્દ્ર સરકારના જીએસટીના નિર્ણય પર પ્રહારો કરતા જોવા મળે છે. તેઓ કહે છે, 'સિંગાપુરમાં 7 ટકા જીએસટી છે અને આમ છતાં ત્યાં મેડિકલ સુવિધાઓ મફત છે. ભારતમાં લોકો 28 ટકા જીએસટી ભરી રહ્યાં છે, દવાઓ પર 12 ટકા છે અને આમ છતાં મેડિકલ સુવિધાઓ મફત નથી. શા માટે? આલ્કોહોલ પર કોઇ જીએસટી નથી.' આ ફિલ્મમાં ગોરખપુરની મેડિકલ કોલેજમાં અપૂરતા ઓક્સિજનને કારણે થયેલ બાળકોના મુદ્દે પણ પ્રહારો કરે છે. ભાજપના નેતાઓની માંગણી છે કે, ફિલ્મમાંથી આ સિન ખસેડવામાં આવે.

રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ

હવે આ મામલે રાજકીય પક્ષોએ પણ પોતાનો મત રજૂ કરતાં રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મનો સિન ખસેડવાની ભાજપની માંગણી સામે રાહુલ ગાંધીએ પલટવાર કરતાં લખ્યું હતું કે, મિ. મોદી, સિનેમા એ તમિલ સંસ્કૃતિ અને ભાષાનું અભિન્ન અંગ છે. એમાં દખલઅંદાજી કરી તમિલના મોભાને ડિમોનેટાઇઝ કરવાનો પ્રયત્ન ન કરો.

rg

રજનીકાંતે પણ કર્યું ટ્વીટ

તો બીજી બાજુ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો આ ફિલ્મ અને સિનના ખૂબ વખાણ કરી રહ્યાં છે. આ મામલે હવે ફિલ્મને મેગાસ્ટાર રજનીકાંતનો પણ સાથ મળ્યો છે. તેમણે પણ આ અંગે ટ્વીટ કરી લખ્યું છે કે, મહત્વપૂર્ણ વિષય પર વાત કરવામાં આવી છે. ખૂબ સરસ. 'મર્સલ' ટીમને અભિનંદન! જો કે, વધતા વિવાદને ધ્યાનમાં લેતાં ફિલ્મના પ્રોડ્યૂસર્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ આ ડાયલોગ ફિલ્મમાંથી કાઢી નાંખશે.

rajinikanth
English summary
Mersal Movie GST Controversy: Rahul Gandhi and Rajinikanth reacted on this controversy.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.