એમ જે અકબરનો રાજીનામાથી ઈનકાર, પ્રિયા રમાની સામે માનહાનિનો કેસ

#MeToo કેમ્પેઈન દરમિયાન યૌન શોષણના આરોપનો સામનો કરી રહેલ કેન્દ્રીય મંત્રી એમ જે અકબરે પત્રકાર પ્રિયા રમાની સામે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ગુનાહિત માનહાનિનો કેસ ફાઈલ કરાવ્યો છે.

#MeToo કેમ્પેઈન દરમિયાન યૌન શોષણના આરોપનો સામનો કરી રહેલ કેન્દ્રીય મંત્રી એમ જે અકબરે પત્રકાર પ્રિયા રમાની સામે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ગુનાહિત માનહાનિનો કેસ ફાઈલ કરાવ્યો છે. તેમના વકીલે સોમવારે કોર્ટ પહોંચીને આ કેસ ફાઈલ કરાવ્યો છે. તમને જણાવી દઈએ કે એમ જે અકબર પર ઘણી મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જેમાં સૌથી પહેલુ નામ રમાનીનું છે.

સામાન્ય દિવસોની જેમ પહોંચ્યા ઓફિસ

સામાન્ય દિવસોની જેમ પહોંચ્યા ઓફિસ

#MeToo કેમ્પેઈન દરમિયાન યૌન શોષણના આરોપનો સામનો કરી રહેલ કેન્દ્રીય રાજ્યમંત્રા એમ જે અકબર સોમવારે સામાન્ય દિવસોની જેમ પોતાની ઓફિસ પહોંચ્યા છે. ઘરેથી ઓફિસ માટે રવાના થતી વખતે એમ જે અકબર પત્રકારોના સવાલોના જવાબ દેવાનું ટાળતા જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે અકબર રવિવારે જ નાઈજીરિયા પ્રવાસથી ભારત પાછા આવ્યા છે. ભારત પાછા આવ્યા બાદ તેમણે પોતાના પર લાગેલા યૌન શોષણના આરોપોને ખોટા અને મનગડંત ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે તે એ મહિલાઓ સામે કડક કાર્યવાહી કરાવશે જેમણે તેમની સામે આ ગંભીર આરોપ લગાવ્યા છે.

રાજીનામુ આપવાનો ઈનકાર

તમને જણાવી દઈએ કે નાઈજીરિયાથી ભારત પાછા આવ્યા બાદ અમુક ન્યૂઝ ચેનલોના માધ્યમથી સમાચાર આવ્યા કે તેમણે ઈમેલ દ્વારા રાજીનામુ આપ્યુ છે પરંતુ બાદમાં તેમણે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવી રાજીનામુ આપવાનો ઈનકાર કરી દીધો. ત્યારબાદ તેમણે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પત્રકાર રમાની સામે માનહાનિનો કેસ ફાઈલ કરાવ્યો છે.

#MeToo ના સમર્થનમાં રસ્તા પર ઉતરી છાત્રાઓ

મી ટુ કેમ્પેઈન ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ ચૂક્યુ છે. દેશભરમાં મહિલાઓ ખુલીને મી ટુ ના સમર્થનમાં ઉતરી આવી છે. એમ જે અકબર સામે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરીને તેમના રાજીનામાની માંગ કરી હતી. વળી, યુપીના કાનપુરમાં શનિવારે જિલ્લાના કિદવઈ નગર સ્થિત કે કે ગર્લ્સ ઈન્ટર કોલેજમાં મી ટુ અભિયાનના સમર્થનમાં ઉતરેલી સેંકડો છાત્રાઓએ હાથોમાં બેનરો લીધા હતા જેમાં યૌન શોષણની શિકાર બનેલી મહિલોનુ સમર્થન કરીને દોષિતોને સજા કરવાની માંગ કરી હતી. મહિલાઓનું આ પ્રદર્શન ધીમે ધીમે મોટુ સ્વરૂપ લઈ રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X