For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA પર સત્યા નડેલાના નિવેદનથી થયો વિવાદ, માઈક્રોસોફ્ટે આપી સફાઈ

નાગરિકતા સુધારા કાયદા (સીએએ) પર આપેલા ભારતીય મૂળના માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાના નિવેદન બાદ હવે માઈક્રોસોફ્ટ ભારતે આના પર સફાઈ આપી છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદા (સીએએ) પર આપેલા ભારતીય મૂળના માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાના નિવેદન બાદ હવે માઈક્રોસોફ્ટ ભારતે આના પર સફાઈ આપી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યુ કે દરેક દેશને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા, બૉર્ડર અને પ્રવાસી પૉલિસી નક્કી કરવાનો અધિકારી છે. તમને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુમાં પૂછાયેલા સવાલના જવાબમાં સત્યા નડેલાએ કહ્યુ કે ભારતમાં જે પણ થઈ રહ્યુ છે તે દુઃખદ છે. સત્યાના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર તેમને પ્રશંસા અને ટીકા બંનેનો સામનો કરવો પડ્યો છે.

Satya Nadella

મેનહટ્ટનમાં કંપની એક કાર્યક્રમ દરમિયાન સત્યા નડેલાએ કહ્યુ કે ભારતમાં નાગરિકતા કાયદા માટે જે થઈ રહ્યુ છે તે ખોટુ અને ખૂબ જ દુઃખદ છે. નડેલાના આ નિવેદન પર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ તેમના આ નિવેદનનુ સ્વાગત કર્યુ અને કહ્યુ કે સત્યા નડેલાએ એ કહ્યુ જે તે અનુભવતા હતા. તમને જણાવી દઈએ કે રામચંદ્ર ગુહા પહેલેથી જ નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને આ બિલ માટે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ હોલસેલ મોંઘવારીએ પણ આપ્યો ઝટકો, ડિસેમ્બરમાં 2.59%, 7 મહિનામાં સૌથી વધુઆ પણ વાંચોઃ હોલસેલ મોંઘવારીએ પણ આપ્યો ઝટકો, ડિસેમ્બરમાં 2.59%, 7 મહિનામાં સૌથી વધુ

English summary
Microsoft now clarifies on the statement of Satya Nadella CAA
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X