For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત, પાયલટનું મોત

|
Google Oneindia Gujarati News

જમ્મુ/કાશ્મીર, 27 મે: એક બાજું દિલ્હીમાં નવી સરકારની રચના થઇ રહી છે. નવા મંત્રીઓ પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા છે ત્યારે બીજી બાજું દેશમાં ઘણી એવી ઘટનાઓ ઘટી રહી છે જે આપણને દુ:ખી કરી દે. ગઇકાલે એક ટ્રેન અકસ્માત થયો હતો. જ્યારે આજે વાયુદળનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મંગળવારે સવારે ભારતીય વાયુદળનું એક મિગ-21 લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. આ દુર્ઘટનામાં પાયલટનું પણ મોત થવા પામ્યું છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે મિગ-21 લડાકુ વિમાન મંગળવારે સવારે દક્ષિણી કાશ્મીરના અનંતનાગ જિલ્લાના મરહમા (બિજબેહરા) ગામમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ સ્થળ શ્રીનગરથી 45 કિલોમીટર દૂર છે. આ દૂર્ઘટનામાં વિમાનના પાયલટ સ્ક્વોડ્રન લીડર રઘુ બંસીનું મોત થઇ ગયું છે.

aircraft
અધિકારીએ જણાવ્યું કે 'પાયલટનો મૃત દેહ દુર્ઘટનાસ્થળથી શોધી લેવામાં આવ્યું છે. તેના શબને એક હેલિકોપ્ટર દ્વારા ભારતીય વાયુદળના ફીલ્ડ સ્ટેશન લઇ જવામાં આવ્યું છે. સેના, ભારતીય વાયુદળ અને રાજ્ય પોલીસની એક ટીમ દુર્ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. વાયુસેના કર્મીઓ દ્વારા લડાકૂ વિમાનનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.'

જોકે હવે જોવાનું એ રહે છે કે અવાર નવાર બની રહેલી આવી દુર્ઘટના અંગે મોદી સરકાર શું પગલા ભરે છે.

English summary
A MIG 21 fighter aircraft of the Indian Air Force crashed in Bijbehara area of Anantnag district in Kashmir, killing the pilot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X