12 સપ્ટેમ્બરના રોજ મિહિર સેને રચ્યો હતો ઇતિહાસ, જાણો આજનો ઇતિહાસ

ઇતિહાસમાં 12 સપ્ટેમ્બરનો દિવસ દેશના મહાન તરવૈયા મિહિર સેનની સિદ્ધિઓ સાથે સંકળાયેલો છે. મિહિર સેનને લાંબા અંતરના મહાન તરવૈયા માનવામાં આવે છે.

નવી દિલ્હી : ઇતિહાસમાં 12 સપ્ટેમ્બરનો દિવસ દેશના મહાન તરવૈયા મિહિર સેનની સિદ્ધિઓ સાથે સંકળાયેલો છે. મિહિર સેનને લાંબા અંતરના મહાન તરવૈયા માનવામાં આવે છે. મિહિર સેન, જેમણે ઇંગ્લિશ ચેનલ પર સ્વિમિંગ કરીને તેમની લાંબા અંતરની સ્વિમિંગ અભિયાનની શરૂઆત કરી હતી, તેમની હિંમત અને દ્રઢ નિશ્ચયથી મહાસાગરો પાર કરવામાં સફળ રહ્યા અને 12 સપ્ટેમ્બર, 1966ના રોજ તેમણે ડાર્ડેનેલ્સ સ્ટ્રેટ તરીને પાર કરી હતી. તેમને ડાર્ડેનેલ્સને પાર કરનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. મિહિર સેન પાંચ ખંડોના સાત સમુદ્ર તરીને પાર કરનારા વિશ્વમાં પ્રથમ વ્યક્તિ હતા.

Mihir Sen

'પદ્મશ્રી' અને 'પદ્મ ભૂષણ' થી સન્માનિત છે મિહિર સેન

પશ્ચિમ બંગાળના પુરુલિયામાં 16 નવેમ્બર, 1930ના રોજ જન્મેલા મિહિર સેનને ભારત સરકાર દ્વારા વર્ષ 1959માં 'પદ્મશ્રી' એનાયત કરવામાં આવ્યો હતો અને વર્ષ 1967 માં તેમની હિંમતવાન અને અજોડ સિદ્ધિઓને કારણે તેમને 'પદ્મ ભૂષણ' એનાયત કરવામાં આવ્યા હતા.

12 સપ્ટેમ્બરના રોજ દેશ અને દુનિયામાં નોંધાયેલી કેટલીક મહત્વની ઘટનાઓ

  • 1398 : તૈમુર ઘોડાસવારોની 92 ટુકડી સાથે સાથે સિંધુ નદીના કિનારે પહોંચ્યો અને અટોક ખાતે નદી પાર કરી હતી
  • 1786 : લોર્ડ કોર્નવેલિસે ગવર્નર જનરલ અને કમાન્ડર ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો
  • 1873 : પ્રથમ ટાઇપરાઇટરનું વેચાણ શરૂ થયું હતું
  • 1928 : ફ્લોરિડામાં એક ભયંકર વાવાઝોડું હતું, જેમાં 6000 લોકોના મોત થયા હતા.
  • 1944 : યુએસ સેનાએ પ્રથમ વખત જર્મનીમાં પ્રવેશ કર્યો હતો
  • 1959 : તત્કાલીન સોવિયેત સંઘનું રોકેટ 'લુના 2' ચંદ્ર પર પહોંચ્યું હતું
  • 1966 : ભારતીય તરવૈયા મિહિર સેન ડાર્ડેનેલ્સ સ્ટ્રેટ તરીને પાર કરી હતી
  • 1968 : અલ્બેનિયાએ વોર્સો કરારમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી
  • 1990 : યુનાઇટેડ સ્ટેટ્સ, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સોવિયત યુનિયન, પૂર્વ અને પશ્ચિમ જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ જર્મનીના એકીકરણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા
  • 1991 : સ્પેસ શટલ STS 48 અવકાશમાં લોન્ચ થયું હતું
  • 1997 : 435 મિલિયન માઇલની લાંબી મુસાફરી બાદ, 'માર્સ ગ્લોબલ સર્વેયર' યાન મંગળની કક્ષામાં પહોંચ્યું હતું
  • 2001 : અમેરિકાએ આતંકવાદ સામે યુદ્ધની ઘોષણા કરી હતી
  • 2004 : ઉત્તર કોરિયાએ પોતાનો પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો
  • 2006: સીરિયાની રાજધાની દમાસ્કસમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો થયો હતો
  • 2012: એપલે iPhone 5 અને iOS 6 લોન્ચ કર્યા હતા
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X