શ્રીનગરની હોટલ પર આતંકી હુમલો, એકનું મોત

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે શ્રીનગર-મુઝફ્ફરનગર બાઇપાસ રોડ પર આવેલી સિલ્વર સ્ટાર હોટલ પર કેટલાંક આતંકવાદીઓએ ગોળીબારી કરી હોટેલમાં ઘૂસી ગયા હતા. આ ગોળીબારમાં હોટેલના એક કર્મચારીનું મોત થયું છે.
પોલીસે જણાવ્યું કે ગોળીબાર કરનારાઓ આતંકવાદીઓ હતા કે સ્થાનિક અસામાજિક તત્વો તેની ખરાઇ હજી કરી શકાઇ નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કેટલાંક લોકો ગોળીબાર કરતા કરતા હોટેલની અંદર જતા રહ્યા હતા. હુમલાખોરોનું ટાર્ગેટ હોટેલ હતી કે આરમી જવાનો તેની તપાસ પોલીસ દ્વારા કરાઇ રહી છે.












Click it and Unblock the Notifications
