પંજાબમાં ભુમાફિયાઓ પર કરાઇ અત્યારસુધીની સૌથી મોટી કાર્યવાહી, ખનન મંત્રીએ આપી જાણકારી
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી ગેરકાયદેસર ખનન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સરકારમાં ખાણ માફિયાઓ સામે કડક પગલાં લેવાયા છે. અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી અહીં થઈ છે. ખનન મંત્રી હરજોત સિંહ બેન્સે
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી ગેરકાયદેસર ખનન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સરકારમાં ખાણ માફિયાઓ સામે કડક પગલાં લેવાયા છે. અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી અહીં થઈ છે. ખનન મંત્રી હરજોત સિંહ બેન્સે આજે આ દાવો કર્યો હતો.

મંત્રી બેન્સે આજે જણાવ્યું હતું કે, ગેરકાયદે ખનન માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરીને, રોપર પોલીસે ખાણ વિભાગની ફરિયાદના આધારે છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર ખાણકામના કિંગપીન રાકેશ ચૌધરીની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં હવે ગુનાઓ પર લગામ કડક કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે અગાઉની સરકારોમાં ગેરકાયદેસર ખનન ફૂલ્યુંફાલ્યું હતું.












Click it and Unblock the Notifications
