PUBG સહિત વધુ 118 ચાઈનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ
PUBG સહિત વધુ 118 ચાઈનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ
સરહદ પર ચીનની અવળચંડાઈ બાદ ભારતે ચીન પર કડક વલણ અપનાવ્યું છે. સીમા વિવાદ વધ્યો ત્યારથી જ પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આત્મનિર્ભર બનવા પર ભાર આપી રહ્યા છે. મોબાઈલ એપથી માંડી રમકડાં સુધીની બાબતોમાં ભારતીયોના જ ઉત્પાદનનો ઉપયોગ કરવામાં આવે તેવો આગ્રહ કરવામાં આવી રહ્યો છે અને ચીની વસ્તુઓના પ્રતિબંધ માટે ધીરે ધીરે પગલાં ભરી રહ્યા છે. હવે મોદી સરકારે 118 અન્ય મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે.

જણાવી દઈએ કે અગાઉ મોદી સરકાર ઝેન્ડર, યૂસી ન્યૂઝ, હેલો જેવી કેટલીય ઉપયોગી ચીની એપ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે જે બાદ હવે ભારતીય યુવાધનને બરબાદ કરી રહેલી મોબાઈલ ગેમ PUBG સહિતની અન્ય 118 મોબાઈલ એપ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે.
આ મોબાઈલ એપ પર પ્રતિબંધ લાગ્યો
- PUBG
- CamCard
- Baidu
- Cut Cut
- VooV
- Tencent Weiyun
- Rise of Kingdoms
- Zakzak












Click it and Unblock the Notifications
