બળાત્કાર પીડિતા કીશોરી સાથે પોલીસ કર્મીએ કરી છેડતી

વિજયનગર પોલીસ મથક ક્ષેત્રમાં રહેતી એક સગીરા સાથે ત્રણ કાર સવાર યુવકોએ સામુહિક બળાત્કાર કર્યો. કાર સવાર આ યુવકો તેને ભર બજારમાંથી ઉઠાવી ગયા અને અવાવરું સ્થળે જઇને તેની સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો, બાદમાં તેને બેભાન હાલતમાં દિલ્હી સ્ટેશન પાસે ફેંકીને ફરાર થઇ ગયા.
બળાત્કાર થયા બાદ આ યુવતી જેમ-તેમ કરીને પોતાના ઘરે પહોંચી અને તેની સાથે ઘટેલી ઘટના અંગે પોતાના પરિવારજનોને જણાવ્યું. સગીરાનો આરોપ છે કે આ દરમિયાન બે પોલીસ કર્મીઓએ તેની છેડતી કરી હતી.
પીડિતાનો આરોપ છે કે, ગાજિયાબાદ આવતી વખતે વિજયનગર પોલીસ મથકના બે પોલીસકર્મીઓએ પણ તેની સાથે અભદ્રતા અને છેડછાડ કરી. એક પોલીસકર્મીએ તો આ મામલાને દબાવી દેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પરિવારજનો દ્વારા દબાણ કરવામાં આવતા બે દિવસ બાદ તેમણે મામલો દાખલ કર્યો. જો કે, પોલીસ હજુ પણ તેને પ્રેમ પ્રસંગનો મામલો હોવાનું માની રહી છે. એસપી સિટી શિવશંકર યાદવે મામલા પર સંજ્ઞાન લેતા મામલાની તપાસનો આદેશ આપ્યો છે, સાથે જ આરોપી પોલીસકર્મીઓની ઓળખ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
