For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ફરુખાબાદમાં પાંચ વર્ષની દલિત બાળકી પર બળાત્કાર બાદ હત્યા

ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં પાંચ વર્ષની દલિત બાળકીનો મૃતદેહ ઘરથી લગભગ 200 મીટર દૂર પ્લોટમાં પડેલો મળી આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં પાંચ વર્ષની દલિત બાળકીનો મૃતદેહ ઘરથી લગભગ 200 મીટર દૂર પ્લોટમાં પડેલો મળી આવ્યો હતો. શબ મળવાની સૂચના મળતા પરિવારજનો દોડી આવ્યા હતા. તેમણે રેપ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. બાળકીનું શબ જોઈને લોકોએ પોલિસને સૂચના આપી. સૂચના પર પોલિસ અને ફોરેન્સિક વિભાગની ટીમે ઘટના સ્થળનું નીરિક્ષણ કરીને મૃતદેહ કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

બાળકી ધાબા પર સૂતી હતી

બાળકી ધાબા પર સૂતી હતી

જાણકારી અનુસાર ફતેહગઢ પોલિસ સ્ટેશન ક્ષેત્રની રહેવાસી પાંચ વર્ષની દલિત બાળકી 18 જુલાઈના રોજ માતા પિતા સાથે શહેરના એક ગામમાં માસાની બહેનના લગ્નમાં આવ્યા હતા. એ રાતે લગ્ન હતા. પરિવારના લોકોએ બાળકીને ધાબા પર સૂવડાવી દીધી. આ લોકો લગ્ન પ્રસંગમાં વ્યસ્ત થઈ ગયા. લગભગ એક કલાક બાદ માતા ધાબા પર ગઈ તો દીકરીને ન જોઈને ચોંકી ગઈ. તેણે પતિને જાણકારી આપી. પરિવારના લોકો તેને શોધવામાં લાગી ગયા.

બાળકીનું શબ જોઈને લોકો હચમચી ગયા

બાળકીનું શબ જોઈને લોકો હચમચી ગયા

બાળકીની ભાળ ન મળતા પિતાએ 19 જુલાઈના રોજ પુત્રી ગુમ થયાની શહેર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પરિવારના લોકો તેની શોધકોળ કરતા રહ્યા. શુક્રવારની સાંજે લગભગ 4 વાગે ગામના કેટલાક લોકો લગભગ 200 મીટર દૂર એક પ્લોટમાં લઘુશંકા કરવા ગયા હતા. ત્યાં બાળકીનું શબ જોઈને લોકો હચમચી ગયા. સૂચના મળતા પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા. શબને જોઈને પરિવારજનો પર આભ તૂટી પડ્યુ. ત્યારબાદ ઘટનાની જાણકારી પોલિસેને આપવામાં આવિ. સૂચના પર શહેર પોલિસ ઈન્સ્પેક્ટર રાજેશ પાઠક ઘટના સ્થળે પહોંચ્યા. ઈન્સ્પેક્ટરે મોટા અધિકારીઓને સૂચના આપી.

બાળકીનું શબ ફૂલી ગયુ

આના પર એસપી અતુલ શર્મા, એએસપી ત્રિભુવન સિંહ, સીઓ સિટી રામલખન સરોજ સહિત ફોર્સ ઘટના સ્થળે દોડી આવ્યા. ઓફિસરોએ તપાસ ચાલુ કરી. એસપીએ મૃતકના પરિવારજનો પાસેથી ઘટના અંગે જાણકારી મેળવી. બાળકીનું શબ ફૂલી ગયુ હતુ. જેનાથી ગુમ થયાની રાતે જ હત્યાની આશંકા છે. એસપીએ જણાવ્યુ કે ઘટનાનો વહેલામાં વહેલી તકે ખુલાસો કરવામાં આવશે. ટીમોને કામે લગાડી દેવામાં આવી છે.

English summary
minor girl found body in Farrukhabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X