ગોવામાં સગીરા સાથે ગેંગરેપ, પાંચની ધરપકડ

girl
પણજી, 17 એપ્રિલઃ મહિલાઓની સુરક્ષાને લઇને ભલે સરકાર દાવા કરી રહી હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારત મહિલાઓ માટે ક્યાંય પણ સુરક્ષિત નથી. ગોવાના માપુસા શહેરમાં એક 15 વર્ષીય સગીરા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. મામલો 20 દિવસ પહેલાંનો છે પરંતુ ભયના કારણે પીડિતા પોલીસને કંઇપણ જણાવી રહી નહોતી. જ્યારે સગીરાએ આખી ઘટના અંગે પોતાના પરિવારને જણાવ્યું ત્યારે પોલીસમાં મામલો દાખલ કરીને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે 20 દિવસ પહેલા સગીરાને તેના એક મિત્રએ મળવા માટે પોતાના ઘરે બોલાવી હતી. તેના મિત્રએ કહ્યું કે તેની માતા કંઇક વાત કરવા માંગે છે. સગીરા જ્યારે તેના મિત્રના ઘરે પહોંચી તો તેના મિત્રએ સગીરાને બળજબરીપૂર્વક કંઇક પીવા કહ્યું. સગીરાએ જેવું એ પીધું કે તે બેભાન થઇ ગઇ. બેભાન હાલતમાં પાંચ લોકોએ તેના પર બળાત્કાર કર્યો. સગીરા આ ઘટના બાદ એટલી ભયભીત થઇ ગઇ હતી કે તે કોઇને પણ આ વાત કરી શકતી નહોતી.

જો કે પરિજનોએ પૂછતા સગીરાએ પોતાની સાથે વીતેલી આપવીતિ જણાવી અને કેસ દાખલ કરાવવામાં આવ્યો. બાદમાં સગીરાની ફરિયાદ પર પોલીસે મામલો દાખલ કરાવ્યો અને સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી દેવામાં આવી. હજુ પીડિતાનો મેડિકલ રિપોર્ટ આવ્યો નથી. સગીરાના જણાવ્યા બાદ પાંચ યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X