For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ ટ્વીટ કરી યુવાઓને મતદાન કરવાની અપીલ કરી

પીએમ મોદીએ ટ્વીટ કરી યુવાઓને મતદાન કરવાની અપીલ કરી

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 12 રાજ્યોની 95 લોકસભા સીટ પર મતદાન ચાલુ છે, બીજા તબક્કામાં તમિલનાડુની 38, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 10, ઉત્તર પ્રદેશની 8, આસામ, બિહાર અને ઓિસ્સાની 5-5, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની 2-2 અને જમ્મુ- કાશ્મીરની 2 અને મણિપુર અને પોંડીચેરીની 1-1 સીટ પર મતદાન થઈ રહ્યું છે, સાથે જ ઓરિસ્સાની 35 વિધાનસભા સીટ પર પણ વોટિંગ ચીલુ છે.

વોટિંગ માટે મોદીની અપીલ

સવારે 7 વાગ્યા પહેલા જ વોટિંગ શરૂ થઈ ચૂક્યું છે, મતદાન પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી દેશની જનતાને મતદાન કરવાની અપીલ કરી છે, તેમણે ખાસ કરી યુવાઓને અપીલ કરી છે કે તેઓ આજે વોટ જરૂર કરે અને લોકતંત્રને મજબૂત કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપે.

આજે 12 રાજ્યોની 95 સીટ પર મતદાન

ઉલ્લેખનીય છે કે બીજા તબક્કામાં મતદાન માટે 19 માર્ચે જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન મુજબ 13 રાજ્યોની 97 સીટ પર મતદાન થવાનું હતું પરંતુ હાલમાં જ ચૂંટણી પંચે ત્રિપૂરાની પૂર્વી ત્રિપુરા અને તમિલનાડુની વેલ્લોર સીટ પર મતદાન સ્થગિત કર્યું હોવાથી આજે 12 રાજ્યોની 95 સીટ પર જ મતદાન થઈ રહ્યું છે. 7 તબક્કામાં લોકસભાની 543 સીટ પર મતદાન થનાર છે, પહેલા તબક્કામાં 11 એપ્રિલે મતદાન થઈ ચૂક્યું છે, મતગણતરી 23 મેના રોજ થશે.

મતદાન માટે કડક સુરક્ષા વ્યવસ્થા

મતદાન માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, જમ્મુ અને કાશ્મીરમાં થનાર વોટિંગ માટે સુરક્ષાની કડક ઈંતેજામ કરવામાં આવ્યા છે, જમ્મુ અને કાશ્મીરમાં થનાર વોટિંગ માટે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોટવવામાં આવી છે ઉપરાંત મતદાતાઓમાં જાગરુકતા વધારવાના ઉદ્દેશ્યથી કેટલાય પોલિંગ બૂથોને સજાવવામાં આવ્યાં છે જેથઈ વોટર વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

ઓરિસ્સાઃ માઓવાદીઓએ ચૂંટણી અધિકારીની હત્યા કરી, ગાડી ફૂંકી મારી ઓરિસ્સાઃ માઓવાદીઓએ ચૂંટણી અધિકારીની હત્યા કરી, ગાડી ફૂંકી મારી

English summary
Minutes before voting began in the second phase of the Lok Sabha elections today, Prime Minister Narendra Modi in an early morning tweet encouraged people to come out and vote in large numbers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X