‘ડોંડિયા ખેડામાં 15 ફૂટના ખોદકામ બાદ જશે ચમત્કાર’
ઉન્નાવ, 22 ઓક્ટોબરઃ યુપીના ડોંડિયાખેડામાં ‘મહાખજાનાની શોધ' પર મચેલા ઘમાસાણ વચ્ચે સંત શોભન સરકાર પોતાના દાવા પર અડગ છે. શોભન સરકારે કહ્યું કે, 15 ફૂટની ઉંડાઇ સુધી ખોદકામ કરવામાં આવ્યા બાદ મોટો ચમત્કાર થશે. નોંધનીય છે કે એએસઆઇના અનેક અધિકારીઓ પણ ખજાનો મળવાની સંભાવનાને ખારીજ કરી ચૂક્યા છે.

પરોક્ષ રીતે સંતે ફરી એકવાર કિલ્લા નીચે સોનાનો મહાખજાનો હોવાનો દાવો કર્યો છે. જો કે, ભારતીય પુરતાત્વ સર્વેક્ષણના અધિકારી પહેલા જ મહાખજાનો હોવા અંગેની વાતને નકારી ચૂક્યા છે. પાંચમાં દિવસે પોલીસની હાજરીમાં ખોદકામ કરવામા આવ્યું હતું.












Click it and Unblock the Notifications
