યુપી: ત્રણ દિવસથી મહિલા ગુમ, પડોશીના ઘરે મળી લાશ

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશ શાહપુરમાં ત્રણ દિવસથી ગાયબ મહિલાનું શવ પડોશમાં રહેતા વ્યક્તિના ઘરે થી મળી આવ્યું. મહિલાની લાશ ઘરના રૂમમાં નગ્ન અવસ્થામાં લોહીથી ખરડાયેલી મળી આવી હતી. આપને જણાવી દઈએ કે પડોશીના ઘરેથી ખુબ જ દુર્ગંદ આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. લોકોની સૂચના મળતા જ પોલીસ પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી. જગ્યા પર ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક પણ જાંચમાં લાગી ગયા. મામલો બે પક્ષનો હોવાને કારણે ગામમાં તણાવ વધી ગયો છે.

ત્રણ દિવસથી ગુમ

ત્રણ દિવસથી ગુમ

આ ઘટના પૂવાયા ચોકીના અનાવા ગામની છે. વસીમ દિલ્હીમાં રહીને મજૂરી કરે છે. વસીમની 35 વર્ષની પત્ની પરવીન બાનો ગામમાં એકલી રહેતી હતી. તે ત્રણ દિવસ પહેલા અચાનક ગાયબ થઇ ગયી. આસપાસ રહેતા સંબંધીઓ ઘ્વારા તેની સૂચના વસીમને આપવામાં આવી. દિલ્હીથી આવ્યા પછી વસીમે પોતાના સંબંધીઓના ઘરે પોતાની પત્નીની શોધ કરી. પરંતુ તેની કોઈ જ ખબર મળી નહીં. સોમવારે બપોરે વિજય સિંહના ઘરેથી લોકોને ગંધ આવવા લાગી. દુર્ગંદ આવતા વસીમને શંકા થતા તેને પોલીસને જાણકારી આપી.

ઘરમાંથી દુર્ગંદ આવતા જાણકારી મળી

ઘરમાંથી દુર્ગંદ આવતા જાણકારી મળી

સૂચના મળતા પોલીસ ગામ પહોંચી તેમને વિજય સિંહના ઘરે લટકાવેલું તાળું તોડ્યું. તેમને ઘરમાં લોહીથી ખરડાયેલી પરવીન બાનોની લાશ મળી આવી. પોલીસને મહિલાની લાશ નગ્ન અવસ્થામાં મળી આવી. આશંકા જણાવવામાં આવી રહી છે કે પહેલા મહિલા સાથે બળાત્કાર કરવામાં આવ્યો. ત્યારપછી ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી. હાલમાં પોલીસે લાશ કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

ચાર લોકો વિરુદ્ધ કેસ નોંધાયો

ચાર લોકો વિરુદ્ધ કેસ નોંધાયો

વસીમના જણાવ્યા અનુસાર ચાર વર્ષ પહેલા તેનો ભત્રીજો વિજય સિંહની બહેનને ભગાવીને લઇ ગયો હતો. ત્યારપછી તેને ભત્રીજાના પરિવારે વિજય સિંહના ડરથી ગામ છોડી દીધું જેના કારણે આજે વિજય સિંહએ બદલો લીધો છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર વિજય સિંહની પત્ની 15 દિવસ પહેલા જ પતિને છોડીને પોતાના પિયર ચાલી ગયી હતી. વિજય સિંહના ઘરે કોઈ જ ના હતું. એસપી કેબી સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલાની લાશ વિજય સિંહના ઘરેથી મળી આવી છે. મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. પોલીસે ચાર લોકો પર કેસ નોંધીને તપાસ શરુ કરી દીધી છે.

English summary
Missing woman found dead body in neighboring house

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.