લોકસભાની ચૂંટણીમાં 300 સીટો પરથી 'આપ' ચૂંટણી લડશે

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 31 ડિસેમ્બર: દિલ્હીમાં કોંગ્રેસનો વિરોધ કરી વિધાનસભાની ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીએ પહેલી વારમાં જ 28 સીટો જીતનાર દિલ્હીમાં પોતાની સરકાર બનાવીને લોકોને બતાવી દિધું છે કે જો સામાન્ય પ્રજાનું સમર્થન હોય તો કોઇપણ કામ અસંભવ નથી.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતાથી ઉત્સાહિત આમ આદમી પાર્ટી હવે લોકસભા ચૂંટણીમાં પૂરજોશથી ઉતરવાની તૈયારીમાં છે. લોકસભાની ચૂંટણીને થોડા મહિના બાકી રહ્યાં છે. એવામાં પાર્ટી કાર્યકર્તા અવનવી રણનિતી બનાવીને અને ચૂંટણીની તૈયારીમાં જોડાઇ ગઇ છે. હરિયાણા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશમાં પાર્ટી ઝડપથી જનમત મેળવવામાં લાગી છે.

પાર્ટીનું કહેવું છે કે તે લોકસભા ચૂંટણીમાં 300 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે, જો કે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં પાર્ટીએ 100 સીટો પરથી ચૂંટણી લડવાનું મન બનાવી લીધું, પરંતુ હવે 300 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક ન્યૂઝ પોર્ટલના જણાવ્યા અનુસાર ઉમેદવારોની પ્રથમ યાદી આગામી 10-15 દિવસોમાં જાહેર થઇ જશે.

yogendra-yadav-601

પાર્ટીના નેતા વિશ્વાસ કુમારે પહેલાંથી જ કહી ચૂક્યાં છે કે તે અમેઠીથી ચૂંટણી લડશે. તેમને કહ્યું હતું કે તે રાહુલ ગાંધી વિરૂદ્ધ અમેઠી સીટ પરથી ચૂંટણી લડશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર કુમાર વિશ્વાસનું કહેવું છે કે પાર્ટીના કાર્યકર્તાઓએ પહેલાંથી અમેઠીમાં કામ કરવાનું શરૂ કરી દિધું છે. આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરી છે, તે મુજબ ટૂંક સમયમાં પાર્ટી લોકસભા ચૂંટણી માટે ઇચ્છુક ઉમેદવારો પાસે અરજી મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેશે. જાન્યુઆરી અંત સુધી દેશના મુખ્ય 50 દિગ્ગજો વિરૂદ્ધ ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.

આપના ટાર્ગેટ પર મુખ્ય રીતે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, મુલાયમ સિંહ યાદવ, સલમાન ખુર્શીદ, મુખ્યાર અબ્બાસ નકવી, મુરલી મનોહર જોશી, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, રામ વિલાસ પાસવાન, શરદ પવાર તથા બેની પ્રસાદ વર્મા વગે રે છે. જો કે અત્યારથી જ ટિકીટ માંગવા માટે ભીડ જામી ગઇ છે. માનવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલની તબિયત ઠીક થયા બાદ પાર્ટી આ કવાયદમાં જોડાઇ જશે.

English summary
AAP leadership admitted its initial plan of contesting around 100 Lok Sabha seats may have to be increased three-fold.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.