For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘાસમાંથી ભારતને મળી પતંગિયાની નવી પ્રજાતિ

|
Google Oneindia Gujarati News

white-bath-butterfly
કોલકતા, 29 એપ્રિલ : અમેરિકાથી 1950ના દાયકામાં ઘઉંની એક જાતની સાથે ભૂલથી આવી ગયેલી ઘાસની એક જાતમાંથી ભારતને પતંગિયાની એક સુંદર પ્રજાતિની ભેટ મળી છે. સૌથી પહેલા બ્રિટનમાં મળી આવેલી બાથ વ્હાઇટ નામની આ આકર્ષક પતંગિયા પ્રજાતિ હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. આ પતંગિયાનું નામ ઇંગ્લેન્ડના એક શહેર બાથના નામ પરથી રાખવામાં આવ્યું છે.

પતંગિયાઓ અને પતંગાઓનો અભ્યાસ કરનારા જંતુ વિજ્ઞાનીપીટર સ્મેટાસેકે પોતાના પુસ્તક "બટરફ્લાઇઝ ઓન ધ રૂફ ઓફ ધ વર્લ્ડ"માં આ માહિતી આપી છે. ઉત્તરાખંડના રહેવાસી સ્મેટાસેકે પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે એક વાર હું ખુલ્લા મેદાનમાં ઉભો રહીને એક આગંતુક સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે જ એક માદા પતંગિયાએ ઘાસ પર ઇંડા આપ્યા. મેં આ સુવર્ણ તકને હાથમાંથી જવા ના દીધી અને ઘાસને એકત્ર કર્યું.

તેમણે આગળ જણાવ્યું છે કે મેં ઇંડામાંથી જન્મેલા ફુદ્દાઓને પાળ્યા. સ્મેટાસેકે જોયું કે બાથ વ્હાઇટ પ્રજાતિનું આ પતંગિયું જે ઘાસ ઉપર વિકસિત થાય છે તેનું નામ વર્જિનિયા પેપરગ્રસ અને લેપિડિયમ વર્જિનિકમ છે.

તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે આ ઘાસ 1950માં અમેરિકાથી અનાજની સાથે ભૂલથી ભારતમાં આવી ગયું હતું. ત્યાર બાદ તે ઝડપથી દેશમાં ફેલાઇ ગયું. 20મી સદીમાં આ ઘાસ હિમાલયની પર્વતમાળા વિસ્તારમાં ફેલાયું. આ કારણે વિસ્તારમાં વ્હાઇટ બાથ બટરફ્લાયની સંખ્યા વધી.

આ પતંગિયું 21 એપ્રિલ, 1961માં નૈનિતાલના ભીમતાલ કસ્બામાં સૌથી પહેલા જોવા મળ્યું હતું. ત્યાર બાદ આ પતંગિયા અહીં જ રહેલા લાગ્યા. આ પતંગિયા નેપાળના પૂર્વ વિસ્તારમાં પણ જોવા મળે છે.

English summary
Mistake gave India a new species of butterfly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X