For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિઝોરમઃ કોંગ્રેસે મતદાતાઓને ચેતવ્યા, તો ભાજપ હોર્સ ટ્રેડિંગ કરશે

કોંગ્રેસે મતદાતાઓને ચેતવ્યા, તો ભાજપ હોર્સ ટ્રેડિંગ કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મિઝોરમમાં સત્તામાં આવવા માટે ભારતીય જનતા પાર્ટી પોતાની પૂરી તાકાત લગાવી રહી છે. કોંગ્રેસે ભાજપ દ્વારા પ્રદેશમાં સત્તા મેળવવા હોર્સ ટ્રેડિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મિઝોરમ પીપલ્સ પાર્ટી જો પ્રદેશમાં કેટલીક સીટ જીતવામાં સફળ થાય છે અને ભાજપ પ્રદેશમાં પાંચ સીટ પણ જીતી જાય છે તો તેઓ ધારાસભ્યોને ખરીદવાની રણનીતિ અપનાવીને સત્તા પર આવવાની કોશિશ કરશે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જેપીએમ પ્રદેશણાં તમામ નાના-નાના સંગઠનો સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસે મતદારોને ચેતવ્યા

કોંગ્રેસે મતદારોને ચેતવ્યા

જીપીએમએ પોતાના તમામ 38 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે કેમ કે તેઓ સમયસર પોતાની પાર્ટીને ચૂંટણી પંચમાં રજિસ્ટર ન કરાવી શક્યા. આ પાર્ટીને પૂર્વ આઈપીએસ અધિકારી લાલદુહોમા ચલાવી રહ્યા છે અને એમની આગેવાનીમાં પ્રદેશની 40 વિધાનસભા સીટમાંથી 38 સીટ પર પાર્ટીએ પોતાના ઉમેદવારોને અપક્ષ તરીકે મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા લાલ લિયાંગચુંગાએ કહ્યું કે ભાજપ બ્રૂ અને ચકમામાં વિશેષ ધ્યાન આપી રહ્યું છે, ત્યાં જો તેઓ થોડી સીટ પણ જીતશે તો ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરશે.

ભાજપ હોર્સ ટ્રેડિંગ કરી શકે

ભાજપ હોર્સ ટ્રેડિંગ કરી શકે

કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે અમે લોકોને વારંવાર યાદ અપાવી રહ્યા છીએ કે ભાજપે કેવી રીતે દેશમાં ખ્રિસ્તીઓ વિરુદ્ધ નિવેદનો કર્યાં છે અને કેવી રીતે પોતાના એજન્ડાને આગળ વધાર્યો છે. ત્યારે જો પાર્ટી 2-3 સીટ પણ જીતે છે તો ચર્ચ માટે મુશ્કેલી પેદા કરી શકે છે. જ્યારે જેપીએમના ઉપાધ્યક્ષ કેનેથ ચૉગલિયાનાએ કહ્યું કે જ્યારે જેપીએમનું ગઠબંધન નહોતું થયું ત્યારે ચર્ચ અમને સમર્થન આપી રહ્યાં હતાં, કેમ કે ભાજપ સાથે અમારે કંઈ લેવા-દેવા નથી, એવામાં સારું રહેશે કે જેમના ઘર કાચનાં છે તેઓ અમારા પર પથ્થર ન ફેંકે.

ભાજપના અધ્યક્ષ લૂનાનો દાવો

ભાજપના અધ્યક્ષ લૂનાનો દાવો

જણાવી દઈએ કે ભાજપના અધ્યક્ષ લૂનાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ત્યાં સુધી દાવો કર્યો કે વિધાનસભા ચૂંટણીના પરિણામ નિકળ્યા બાદ કોંગ્રેસના તમામ ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ જશે. એમણે કહ્યું કે ચૂંટણી પહેલા લાલથનહવલાએ અરૂણાચલ પ્રદેશની જેમ અહીં પણ પ્રદેશ કોંગ્રેસના વિલય માટે ભાજપના મોવડી મંડળનો સંપર્ક કર્યો હતો. લાલથનહવલા પાર્ટીમાં સામેલ થવા માંગતા હતા.

...તો ભાજપમાં સામેલ થવા માગતા હતા મિઝોરમના મુખ્યમંત્રી લાલથનહવલા! ...તો ભાજપમાં સામેલ થવા માગતા હતા મિઝોરમના મુખ્યમંત્રી લાલથનહવલા!

English summary
Mizoram: Congress warns voter if BJP manage to win few seat the will get into horse trading.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X