For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ કોઈ ભગવાન નથી જે સત્તામાં રહેવાની ભવિષ્યવાણી કરે: મિઝોરમ પૂર્વ સીએમ

મિઝો નેશનલ ફ્રન્ટ અધ્યક્ષ અને મિઝોરમ મુખ્યમંત્રી જોરમંથગા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમિત શાહ કોઈ ભગવાન નથી જે તેમની રાજનૈતિક ભવિષ્યવાણી સાચી પડે

|
Google Oneindia Gujarati News

મિઝો નેશનલ ફ્રન્ટ અધ્યક્ષ અને મિઝોરમ મુખ્યમંત્રી જોરમંથગા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમિત શાહ કોઈ ભગવાન નથી જે તેમની રાજનૈતિક ભવિષ્યવાણી સાચી પડે. તેમને આ નિવેદન અમિત શાહના તે દાવા પર આવ્યું હતું જેમાં તેમને કહ્યું હતું કે આવનારા 50 વર્ષ સુધી ભાજપ સત્તામાં રહેશે. એમએનએફ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના સહયોગી અને અને નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ છે.

આ પણ વાંચો: મિઝોરમઃ જાણો ધર્મ આધારે વસતી, સાક્ષરતા, રોજગાર દર અને ચૂંટણીના મુદ્દા

અમિત શાહે ભાજપના 50 વર્ષ સુધી સત્તામાં રહેવાની વાત કહી હતી

અમિત શાહે ભાજપના 50 વર્ષ સુધી સત્તામાં રહેવાની વાત કહી હતી

અમિત શાહે હાલમાં જ કહ્યું હતું કે ભાજપ 2019 ચૂંટણી જીતી તો આવનારા 50 વર્ષ સુધી તેઓ રાજ કરશે. તેના પર એમએનએફ નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમિત શાહની વાત પર તેમને શંકા છે, તેઓ કોઈ ભગવાન નથી. તેઓ રાજનીતિમાં કોઈ પણ દાવા અથવા ભવિષ્યવાણી નહીં કરી શકે. તેઓ આટલું કહે છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ સત્તામાં નહીં આવે તે બાબત ઠીક છે પરંતુ પાર્ટી 50 વર્ષ સુધી સત્તામાં રહેશે તે વધારે પડતું છે.

મિઝોરમમાં ભાજપને સાથી નહીં બનાવી શકાય

મિઝોરમમાં ભાજપને સાથી નહીં બનાવી શકાય

મિઝોરમના મુખ્ય વિપક્ષી દળ એમએનએફ નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની વિચારધારા ભાજપથી અલગ છે. તેઓ હિંદુત્વને વધારો આપે છે એટલા માટે રાજ્યમાં તેમની સાથે કોઈ પણ ગઠબંધન નહીં થઇ શકે. પરંતુ કેન્દ્રમાં યુપીએ કરતા એનડીએ વધારે સારું સહયોગી છે એટલા માટે અમે કેન્દ્રમાં તેમની સાથે છે.

ભાજપ અને એમએનએફ અલગ અલગ લડી રહ્યા છે

ભાજપ અને એમએનએફ અલગ અલગ લડી રહ્યા છે

આપણે જણાવી દઈએ કે મિઝોરમમાં ભાજપ અને એમએનએફ વિધાનસભા ચૂંટણી માટે અલગ અલગ લડી રહ્યા છે. રાજ્યની 40 સીટો પર 28 નવેમ્બરે વોટિંગ થઇ અને 11 ડિસેમ્બરે તેનું પરિણામ પણ જાહેર થશે. મિઝોરમ વિધાનસભામાં મિઝો નેશનલ ફ્રન્ટ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થઇ રહ્યો છે. `ભાજપે પણ 39 સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે મિઝોરમમાં વર્ષ 2008 થી કોંગ્રેસ સત્તામાં છે.

English summary
mizoram elections MNF chief Zoramthanga says Amit Shah is not God
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X