For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિઝોરમઃ જાણો ધર્મ આધારે વસતી, સાક્ષરતા, રોજગાર દર અને ચૂંટણીના મુદ્દા

મિઝોરમઃ જાણો ધર્મ આધારે વસતી, સાક્ષરતા, રોજગાર દર વગેરે

|
Google Oneindia Gujarati News

આઈઝોલઃ પૂર્વોત્તરનો મહત્વનો ગઢ મિઝોરમની 40 સીટવાળી વિધાનસભા માટે 28 નવેમ્બરે મતદાન છે. રાજ્યમાં ધર્મ, ક્ષેત્ર અને શિક્ષણની સ્થિતિ છું છે, રાજનૈતિક પારટીઓની હાલત કેવી છે અને જનતાના ચૂંટણીમાં કયા મુદ્દા છે, આંકડાઓ દ્વારા આ વસ્તુને જાણીએ.

mizoram

પૂર્વોત્તરનો મહત્વનો ગઢ સમાન મિઝોરમની રાજધાની આઈઝોલ છે. રાજ્યમાં 8 જિલ્લા છે અને 40 વિધાનસભા સીટ છે. રાજ્યની કુલ વસતી 10.9 લાખ છે, જેમાં 5.6 લાખ શહેરી અને 5.2 લાખ ગ્રામીણ વસતી છે. મિઝોરમમાં 7,68,181 મતદાતા છે જેઓ 1164 મતદાન કેન્દ્રો પર વોટિંગ કરશે. રાજ્યમાં આ સમયે કોંગ્રેસની સરકાર છે. રાજ્યનો કુલ જીડીપી (2018-19) 11,458 કરોડ છે. 2011ની વસતી ગણતરી મુજબ રાજ્યનો સાક્ષરતા દર 91.58 ટકા અને સેક્સ રેશિયો 976નો છે.

રાજ્ય મિઝોરમ
રાજધાની આઈઝોલ
જિલ્લાની સંખ્યા 8
વિધાનસભા સીટ 40
કુલ વસતી 10.9 લાખ
શહેરી વસતી 5.6 લાખ
ગ્રામીણ વસતી 5.2 લાખ
જીડીપી 11,458 કરોડ
સાક્ષરતા 91.58 ટકા
સેક્સ રેશિયો 976
સત્તાધારી પાર્ટી કોંગ્રેસ
કુલ મતદાતા 7,65,181
કુલ મતદાન કેન્દ્ર 1164

ધર્મ આધારિત આંકડા

ધર્મ વસતી વસતીની ટકાવારી
ઈસાઈ 9,56,331 87.16 ટકા
બૌદ્ધ 93,411 8.51 ટકા
હિન્દુ 30,136 2.75 ટકા
મુસલમાન 14,832 1.35 ટકા
જૈન 376 0.03 ટકા
સિખ 286 0.03 ટકા
અન્ય ધર્મ 808 0.07 ટકા

ગ્રામીણ અને શહેરી વસતી

મિઝોરમની કુલ વસીના 52.11 ટકા શહેરી વિસ્તારોમાં રહે છે. શહેરમાં રહેતા લોકોની વસતી 5,71,771 લાખ છે. જેમાં 2,86,204 પુરુષો અને 2,85,567 મહિલાઓ છે. પાછલા 10 વર્ષમાં શહેરી વસતીમાં 52.11 ટકાની વૃદ્ધિ થઈ છે.

સાક્ષરતા

મિઝોરમના શહેરી વિસ્તારમાં સાક્ષરતા દર 97.63 ટકા છે. મિઝોરમમાં પુરુષોમાં 97.98 ટકા સાક્ષરત દર અને મહિલાઓમાં 97.02 ટકા સાક્ષરતા દર છે. મિઝોરમના શહેરી વિસ્તારમાં કુલ 4,84,841 લોકો સાક્ષર છે.

2013ની ચૂંટણીમાં પ્રદર્શન

મિઝોરમની 40 સીટમાં એક સીટ સામાન્ય છે. 39 સીટ એસટી માટે આરક્ષિત છે. એસસી માટે એકપણ સીટ આરક્ષિત નથી. 2013ની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ 44.63 ટકા વોટ મળ્યા હતા. પાર્ટીએ 40માંથી 34 સીટ પર કબ્જો જમાવ્યો હતો. મિઝો નેશનલ ફ્રન્ટને 5 સીટ મળી હતી. એમએનએફને 33.07 ટકા વોટ મળ્યા હતા. એમપીસીને 6.15 ટકા, જેડએનપીને 17.42 ટકા અને નોટા પર 0.66 ટકા મત 2013ની વિધાનસભા ચૂંટણીમાં પડ્યા હતા.

2013 વિધાનસભામાં જીતેલ સીટ પર એક નજર

પાર્ટી સીટ વોટ શેર
કોંગ્રેસ 34 44.63 ટકા
એમએનએફ 05 33.07 ટકા
એમપીસી 01 6.15 ટકા
જેડએનપી 00 17.42 ટકા
નોટા 00 0.66 ટકા

મિઝોરમ ચૂંટણીમાં મુદ્દા

મિઝોરમ રાજ્યમાં આ વિધાનસભા ચૂંટણીમાં મોટો મુદ્દો ગીરીબી અને બેરોજગરી છે. આ ઉપરાંત વિકાસ અને ઈમરજન્સી પણ મુખ્ય મુદ્દા છે.

આ પણ વાંચો- મધ્ય પ્રદેશ ચૂંટણી પહેલા જાણો ધર્મ આધારે વસતી, રોજગાર દર, શહેરી ક્ષેત્ર અને મુખ્ય મુદ્દા

English summary
Mizoram asembly elections 2018 urban rural population religion Literacy rate in state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X