• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મધ્ય પ્રદેશ ચૂંટણી પહેલા જાણો ધર્મ આધારે વસતી, રોજગાર દર, શહેરી ક્ષેત્ર અને મુખ્ય મુદ્દા

|

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ ચૂંટણી પ્રચારને લઈને રાજકીય પાર્ટીઓમાં કરો યા મરોની ભાવના જોવા મળી રહી છે. 230 વિધાનસભા સીટ વાળા મધ્ય પ્રદેશમાં બુધવારે વોટિંગ થશે. પરંતુ તેની પહેલા આવો જાણી લઈએ કે વર્ષ 2013માં થયેલ વધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં રાજનૈતિક પરિદ્રશ્ય શું હતું? કઈ પાર્ટીને કેટલી સીટ મળી? વોટની ટકાવારી શું હતી અે રાજ્ય સાથે જોડાયેલી એ તમામ જાણકારી જે જાણવી તમારા માટે જરૂરી છે.

madhya pradesh

ગત ચૂંટણીની વાત કરીએ તો 25 નવેમ્બર 2013ના રોજ વોટિંગ થું હતું, જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. 230 સીટમાંથી ભાજપે 165 સીટ પર કબ્જો જમાવી સતત ત્રીજી વાર સતતા હાંસલ કરી હતી. જ્યારે બીજી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસના ખાતામાં માત્ર 58 સીટ જ આવી હતી. ભાજપને પૂર્ણ બહુમત મળ્યા બાદ શિવરાજ સિંહ ચૌહાણ ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા.

જ્યારે 2013 પહેલા 2008ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપે સારું પ્રદર્શન કર્યું પરંતુ 2003ની સરખામણી કરીએ તો એ સમયે ભાજપના ખાતામાં 173 સીટ આવી હતી. બીજી બાજુ કોંગ્રેસની વાત કરીએ તો તેમના ખાતામાં 2003ની સરખામણીએ 12 સીટ ઓછી આવી હતી એટલે કે 2008ની ચૂંટણીમાં કોંગ્રેસને 71 સીટ મળી હતી.

ભાજપે વર્ષ 2003, 2008, 2013માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ક્રમશઃ 173, 143 અને 165 સીટ જીતી હતી. જ્યારે કોંગ્રેસે ક્રમશઃ 38, 71 અને 58 સીટ જીતી હતી. વર્ષ 2013માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના વોટ શેરમાં વધારો જોવા મળ્યો હતો. 2013ની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 44.87 ટકા હતા જ્યારે 2003ની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 42.5 ટકા હતો. કોંગ્રેસના વોટ શેરમાં 3.97 ટકાનો વધારો જોવા મળ્યો. નીચે આપેલ આંકડાઓ પરથી અંદાજો લગાવી શકો છો કે કોને કેટલો વો શેર મળ્યો હતો.

2013માં મુખ્ય રાજદળોનું પ્રદર્શન

રાજકીય પાર્ટી સીટ વોટ શેર
ભાજપ 165  44.88%
કોંગ્રેસ  58  36.38%
બીએસપી  04  6.29%
એનસીપી  00  0.29%
એસપી  00  1.02%
સીપીઆઈ  00  0.15%

2013 વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન

મધ્ય પ્રદેશમાં 2013માં થયેલ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાજપ તરફથી શિવરાજ સિંહ ચૌહાણ લીડ કરી રહ્યા હતા. આ તે સમય હતો જ્યારે ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી મોદીને લોકસભા ચૂંટણી 2014 માટે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્ય ભૂમિકામાં હતાં અને રાહુલ ગાંધીએ પણ રાજ્યમાં કેટલીય રેલીઓ સંબોધિત કરી હતી.

શિવરાજ સિંહ ચૌહાણ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલીક રેલીઓને સંબોધિત કરવા માટે નવી 3ડી વર્ચ્યુઅલ લાઈવ ટેક્નિકનો સારો પણ લીધો હતો. જણાવી દઈએ કે અગાઉ આ ટેક્નિકનો ઉપયોગ નરેન્દ્ર મોદીએ 2012 વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્યો હતો. આની સાથે જ ભાજપે સોશિયલ મીડિયા ખાસ કરીને ટ્વીટર, ફેસબુક દ્વારા પણ લોકોને લલચાવવાનું કામ કર્યું હતું.

2013 વિધાનસભા ચૂંટણીમાં શિવરાજ સિંહ ચૌહાણ 2 સીટ પરથી ચૂંટણી લડ્યા હતા જેમાં વિદિશા અને બુધાની સીટ સામેલ હતી. શિવરાજે બંને સીટ પર જીત હાંસલ કરી હતી. જેમાં બુધાની સીટ પર 84,805 વોટોથી કોંગ્રેસના ઉમેદવા મહેન્દ્ર સિંહ ચૌહાણ વિરુદ્ધ જીત હાંસલ કરી હતી, જો કે વોટોના અંતરના હિસાબે રાજ્યની બીજી સૌથી મોટી સીટ હતી. જ્યારે વિદિશા સીટ પર શિવરાજ સિંહે માત્ર 16,966 વોટથી જીત હાંસલ કરી હતી, આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર શશાંક ભાર્ગવે આકરી ટક્કર આપી હતી. કોંગ્રેસના પરાજય બાદ રાજ્ય કોંગ્રેસ ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ સિંધિયાએ હાર પર બોલતા કહ્યું હતું કે આ હાર માટે તેઓ ખુદ જવાબદાર છે.

2018ના પડકાર

જો કે શિવરાજ સિંહ ચૌહાણ ત્રણવાર રાજ્યની ગાદી પર બેસી ચૂક્યા છે અને આ ચોથો મુકાબલો છે. આ ચૂંટણીમાં રાજ્યમાં કેટલાય એવા મુદ્દા સામે આવ્યા છે જેના વિશે જાણવાની જરૂરત છે. કાનૂન-વ્યવસ્થા એક મોટી સમસ્યા બની ગઈ છે. બળાત્કારના મામલામાં મધ્ય પ્રદેશનું નામ સૌથી ઉપર છે. ખેડૂતોના વ્યાજની સમસ્યા ચિંતાનો વિષય છે. રાજ્યના કેટલાક ભાગમાં વિજળી અને પાણીની સમસ્યાઓ પણ મુખ્ય છે.

મધ્ય પ્રદેશના જિલ્લા, વસતી અને જરૂરી બધી માહિતી

રાજ્ય  મધ્ય પ્રદેશ
 રાજધાની  ભોપાલ
 જિલ્લા  52
 વિધાનસભા સીટ  230
 કુલ વસતી  7.2 કરોડ
 શહેરી વસતી  2 કરોડ
 ગ્રામીણ વસતી  5.2 કરોડ
 જીડીપી(2018-19)  8.26 લાખ કરોડ રૂપિયા
 સાક્ષરતા (2011)  72.60 ટકા
 લિંગ પ્રમાણ (2011)  931
 વર્તમાન શાસક પાર્ટી  ભાજપ
 મતદારોની કુલ સંખ્ય  5,03,34,260
 મતદાન કેન્દ્રોની સંખ્યા  65સ341

મધ્ય પ્રદેશની વસતી (ધર્મ હિસાબે)

ધર્મ  વસતી  ટકા
 હિન્દુ  66,007,121  90.89%
 મુસ્લિમ  47,74,695  6.57%
 અન્ય ધર્મ 5,99,594     0.83%
 જૈન  5,67,028  0.78%
 બૌદ્ધ  2,16,052  0.30%
 ક્રિશ્ચિયન  2,13,282  0.29
 સિખ  1,51,412  0.21%

હાથમાં પૂજાનું ફૂલ લઈને છેવટે રાહુલે કેમ કહ્યુ કે 'હું છુ કૌલ બ્રાહ્મણ'?

lok-sabha-home

English summary
Madhya Pradesh assembly elections 2018: religion wise population, employment rate, urban, rural population

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more