Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાહુલ ગાંધીએ વધાર્યુ આ યુવા નેતાનું કદ જેની સાથે ઉડી હતી લગ્નની અફવાઓ

ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠકની ધારાસભ્ય અદિતિ સિંહને કોંગ્રેસ અધ્યક્ષે મોટી જવાબદારી સોંપીને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની મહાસચિવ બનાવી છે.

ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠકની ધારાસભ્ય અદિતિ સિંહને કોંગ્રેસ અધ્યક્ષે મોટી જવાબદારી સોંપીને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની મહાસચિવ બનાવી છે. કોંગ્રેસના મહાસચિવ અશોક ગેહલોતે પ્રેસ રિલીઝ જાહેર કરીને તેમની નિયુક્તિની જાણકારી આપી. હાલમાં અદિતી ઈઝરાયેલના અધિકૃત પ્રવાસે છે. થોડા સમય પહેલા એવી અફવાઓ ઉડી હતી કે અદિતિ સિંહ, રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા જઈ રહી છે. બાદમાં અદિતિએ એમ કહીને એ વાતનું જોરદાર ખંડન કર્યુ કે રાહુલ તેમના ભાઈ જેવા છે.

rahul gandhi

અદિતિ સિંહ પ્રિયંકા વાડ્રાની નજીક માનવામાં આવે છે. અમેરિકાની ડ્ર્યુક યુનિવર્સિટીથી માસ્ટર ડિગ્રી મેળવનાર અદિતીએ પોતાના પિતાની બેઠક પરથી 2017 માં પહેલી વાર ચૂંટણી લડી હતી અને મોટી જીત મેળવી હતી. અદિતિએ ખુશી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે દેશની મહિલાઓ માટે મારે હજુ ઘણુ બધુ કરવાનું છે. મારી કોશિશ રહેશે કે મહિલાઓના શિક્ષણ તેમજ તેમની સાથે જોડાયેલી સમસ્યાઓના નિદાન માટે હું કામ કરુ.

બ્રજેશ કુમાર સિંહ સીનિયર સીટિઝને અદિતિને મહિલા મહાસચિવ બનવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે આ રાયબરેલી અને બધી વિધાનસભાના લોકો માટે ખુશીની વાત છે. 2017 ની વિધાનસભા ચૂંટણીમાં સદર વિધાનસભાથી તેમના પિતા પાંચ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. એ જ બેઠક પર કોંગ્રેસના પદથી લગભગ 90 હજાર મતોથી વિશાળ જીત મેળવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X