યૂપીમાં આગલા 3 કલાકમાં ઉઠશે ધૂળની આંધી, વરસાદની પણ આશંકા

યૂપીમાં આગલા 3 કલાકમાં ઉઠશે ધૂળની આંધી, વરસાદની પણ આશંકા

લખનઉઃ એપ્રિલના મહિનામાં ગરમીએ લોકોનો પરશેવો છૂટાવી દીધો છે, આગામી દિવસોમાં પારો હજુ ઉપર ચઢશે, તે દરમિયાન હવામાન ખાતાએ ચેતવણી આપી છે કે આગામી ત્રણ કલાકમાં યૂપીના કેટલાક સ્થળોએ ધૂળની આંધી ઉઠી શકે છે અને તેજ વરસાદ થવાની પણ આશંકા છે, હવામાન ખાતાએ જે જગ્યાને લઈ અલર્ટ જાહેર કર્યું છે તેમાં બાગપત, મેરઠ, હાપુડ, અમરોહા, મુઝફ્ફરનગર, લલિતપુર, ઉન્નાવ, સીતાપુર, લખનઉ અને રાયબરેલી છે.

યૂપીમાં આગલા 3 દિવસમાં ધૂળની આંધી ઉઠશે

યૂપીમાં આગલા 3 દિવસમાં ધૂળની આંધી ઉઠશે

જણાવી દઈએ કે ગત રાત્રથી દિલ્હી અને એનસીઆરમાં પણ વરસાદ થઈ રહ્યો છે, જો કે વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ લોકોને ઑફિસ જવા અને દૈનિક કાર્યોમાંથી નિપટવા માટે ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હી-એનસીઆરમાં થયો વરસાદ

દિલ્હી-એનસીઆરમાં થયો વરસાદ

સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં અધિકતમ તાપમાન લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે સામાન્યથી પાંચ ડિગ્રી વધુ હતું.

હવામાનમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેશેઃ IMD

આમ તો હવામાન ખાતાએ પોતાની ચેતવણીમાં બે દિવસ પહેલા પણ કહ્યું હતું કે પહાડી રાજ્યો જમ્મૂ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મરઠવાડા, છત્તીસગઢ, ઓરિસ્સા, બિહાર અને આંતરિક કર્ણાટકમાં કડાકા-ભડાકા સાથે વરસાદ થઈ શકે છે, વિભાગ મુજબ હવામાનમાં આવા પ્રકારનો બદલાવ પશ્ચિમી ઉદ્વેગ સક્રિય થવાથી થઈ રહ્યો છે, હવામાન ખાતાએ એમ પણ કહ્યું કે દિલ્હી-એનસીઆરમાં ગરમી દરમિયાન હવામાનમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેશે.

હિમાચલમાં પણ વરસાદ થઈ શકે છે

હવામાન વિભાગે હિમાચલના પણ કેટલાક વિસ્તાર ઉના, બિલાસપુર, હમીરપુર, સોલન, શિમલામાં પણ આજે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. આ ઉપરાંત પંજાબ, રાજસ્થાન, પૂર્વોત્તરના રાજ્ય, ઝારખંડ, ઓરિસ્સા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ સહિત દક્ષિણ પ્રાયદ્વીપીય વિસ્તારોમાં પણ ક્યાં-ક્યાંક વરસાદ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X