ભારતમાં મૉડર્ના વેક્સીનને DGCIથી આજે મળી શકે છે મંજૂરી, સિપ્લાએ આયાતની માંગી પરમિશન

સિપ્લા(Cipla)એ ભારતમાં મૉડર્નાની વેક્સીનની આયાત માટે ડ્રગ્ઝ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DGCI)પાસે મંજૂરી માંગી છે.

નવી દિલ્લીઃ દવા નિર્માતા કંપની સિપ્લા(Cipla)એ ભારતમાં મૉડર્નાની વેક્સીનની આયાત માટે ડ્રગ્ઝ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DGCI)પાસે મંજૂરી માંગી છે. આશા છે કે DGCI મંગળવારે જ સિપ્લાને આ મંજૂરી આપી શકે છે. તમને જણાવી દઈએ કે મૉડર્નાનો ઉપયોગ અમેરિકામાં કરવામાં આવી રહ્યો છે અને કોરોના વાયરસ પર આ વેક્સીનની પ્રભાવકારિતા સૌથી વધુ છે. જો DGCI આની મંજૂરી આપી દે તો મૉડર્નાની વેક્સીન ભારતમાં પણ મળવાની શરૂ થઈ જશે.

moderna

મીડયા રિપોર્ટ મુજબ એવી સંભાવના છે કે મૉડર્નાની રસીને ભારતમાં 18 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી શકે છે.તમને જણાવી દઈએ કે મૉર્ડનાની વેક્સીનનો ઉપયોગ અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં કરવામાં આવી રહ્યો છે. આંકડાની દ્રષ્ટિએ અમેરિકામાં અત્યાર સુધી 12 કરોડ લોકોએ ફાઈઝર અને મૉડર્નાની વેક્સીન લીધી છે.

કોણે મૉડર્નાની વેક્સીન કરી વિકસિત

અમેરિકામાં મૉડર્નાની વેક્સીન mRNA-1273 સ્પાઈકવેક્સ બ્રાંડ નામ હેઠળ વેચવામાં આવી રહી છે. આને દવા કંપની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ એલર્જી એન્ડ ઈંફેક્શિયસ ડિસીઝ અને બાયોમેડિકલ એડવાંસ્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીના સહયોગથી વિકસિત કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે સિપ્લાથી પહેલેથી જ દિલ્લીની કેજરીવાલ સરકારે પણ કેન્દ્ર સરકારથી ફાઈઝર, મૉડર્ના અને જૉનસન એંડ જૉનસની વેક્સીને જલ્દી મંજૂરી આપવાની માંગ કરી હતી. દિલ્લી સરકારે કહ્યુ હતુ કે ભારતમાં જેટલી જલ્દી રસીકરણ થશે એટલુ જલ્દી કોવિડથી સુરક્ષા મળશે. દિલ્લી સરકારથી પહેલા નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ વીકે પૉલ પણ આ વેક્સીનની આયાતની માંગ કરી ચૂક્યા છે. વળી, કેન્દ્ર સરકાર પણ સતત વિદેશી વેક્સીનોની આયાત માટે સતત સંપર્કમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X