હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ તો ઠીક પરંતુ 'સહેઝાદા'ને તેમની સરકાર પર વિશ્વાસ નથી: મોદી

ખેત્રી, 25 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજકાલ ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. નરેન્દ્ર મોદી એક પછી એક રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં રેલીઓને સંબોધી રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી આજે રાજસ્થાનના ખેત્રીમાં રેલીને સંબોધી હતી. નરેન્દ્ર મોદીએ પોતાની રેલીમાં રાજસ્થાનની ગેહલોત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને રાજ્યમાંથી કોંગ્રેસ સરકારને ખદેડી મૂકવા માટે લોકોને આહ્વાન કર્યું હતું. મોદીએ ખેત્રીમાં કરેલું ભાષણ વાંચો અને જુઓ વીડિયોમાં...

નરેન્દ્ર મોદીનું ભાષણ:

મિત્રો આપણા દેશમાં તાંબાની ધાતુનું મહત્વ છે, આપણે ગંગાજળ લાવવાનું હોય તો પણ આપણે સોનાના પાત્રમાં નહીં પરંતુ તાંબાના લોટામાં લાવીએ છીએ. તાંબુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. ખેત્રી પણ તામ્ર નગરી છે. પવિત્ર નગરી છે.

વિવેકાનંદ ત્રણ વાર ખેત્રી આવ્યા હતા. તેઓ ખેતરી આવ્યા ત્યારે નરેન્દ્ર હતા અને અહીં ગયા ત્યારે ત્યારે તેઓ વિવેકાનંદ બની ગયા. અહીં આવ્યા બાદ તેમણે સાફો પહેર્યો. અહીંથી મળેલું નામ અને સાફો તેમણે આજીવન રાખ્યું. અહીં વિવેકાનંદ જ્યાં રોકાયા હતા તે સ્થળની હું મુલાકાતે ગયો હતો માટે મને આવવામાં જરા મોડું થઇ ગયું માટે હું તમારી માફી માંગુ છું.

મિત્રો આ તામ્ર નગરી તો છે પરંતુ મને ચિંતા છે. મિત્રો જે લોકો દેશનો રૂપિયો નથી બચાવી શકતા તેઓ કારખાના કેવી રીતે બચાવી શકશે. દિલ્હીની સરકાર અને રૂપિયામાં સ્પર્ધા છે કે કોણ સૌથી વધારે નીચે પડશે.

મિત્રો કોંગ્રેસના લોકો વોટ માંગી રહ્યા છે, પણ કેમ માંગી રહ્યા છે તે તમને ખબર છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારને હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી કે ઇતિહાસમાં ક્યારેય આવી નબળી સરકાર નથી આવી. કોર્ટે એવું કહીં દીધું કે તમારાથી ના થઇ શકતું હોય તો છોડી દો. મિત્રો અહીં સુધી તેમના સહેઝાદાને પણ તેમની સરકાર પર ભરોશો નથી. અહીંના ભરતપુરમાં જ્યારે હિંસા થઇ હતી ત્યારે તેમણે તેમની સરકારને કહ્યા વગર જ ત્યાની મુલાકાત માટે નીકળી ગયા. તેઓ તેમના મુખ્યમંત્રીની સાથે ના આવ્યા પણ કોઇની બાઇક પાછળ બેસીને ગયા, તો મુખ્યમંત્રીનું કેટલું અપમાન કર્યું કહેવાય. શું તેમની પર વિશ્વાસ કરી શકાય ના કરી શકાય મિત્રો.

મિત્રો રાજસ્થાન વીરોની ભૂમિ છે, પાકિસ્તાન સાથે અથડાવાનું હોય કે ચીન સાથે અથડાવાનું હોય તો એ રાજસ્થાનની ભૂમિ છે. હું અહિં શહીદ થયેલા સૈનિકોની માતાઓને અને તેમની ભૂમિને પ્રણામ કરું છું. મિત્રો દેશ માટે ન્યોછાવર થનાર સૈનિકોનું સન્માન થવું જોઇએ કે નહીં, શું કોઇ મેમોરિયલ બન્યું છે નથી બચ્યું.

ગેહલોતજી કહે છે કે ગુજરાત મોડેલ બેકાર છે, અરે શ્રીમાન ગહેલોતજી જ્યારે 8 તારીખે આપ નવરા થઇ જશો ત્યારે ગુજરાત આવો મહેમાનગતિ કરવા માટે, તમને ખબર પડશે કે ગુજરાત મોડેલ શું છે. ગેહલોતજીનો પુત્ર મારો મારો મિત્ર છે માટે હું તમને આમંત્રણ આપું છું કે તમે સહપરિવાર આવો આવો હું તમને કચ્છના રણમાં લઇ જઇશ જ્યાં અમે શહિદોની યાદમાં મેમોરિયલ બનાવ્યું છે જેને જોઇને તમારું માથું ઝૂકી જશે.

મિત્રો જ્યારે વાજપેઇજીએ પોખરણમાં અણું પ્રયોગ કર્યો ત્યારે એક કલાકમાં વિશ્વએ હિન્દુસ્તાન સાથે આર્થિક સંબંધ તોડી નાખ્યો. પરંતુ વાજપેઇજીએ બીજા દિવસે ફરીથી અણું વિસ્ફોટ કર્યો અને વિશ્વને બતાવી દીધું કે આપણે કોઇ બીજી જ માટીના લોકો છે. આટલા મોટા આર્થિક સંકટ બાદ પણ વાજપેઇજીએ રૂપિયાની કિંમત નીચે પડવા ન્હોતી દીધી. પરંતુ અત્યારે આપણા વડાપ્રધાન પોતે અર્થશાસ્ત્રી છે છતાં રૂપિયાની હાલત જુઓ.

મિત્રો શું આપને શુદ્ધ પાણી પીવા મળે છે. નથીને તેના માટે કોંગ્રેસ જવાબદાર છે. મિત્રો ગુજરાત અને રાજસ્થાનના હવામાનમાં કોઇ અંતર નથી. જવાનો માટે પહેલા પીવાના પાણી ન્હોતું, 900 ઊંટ પાણી ઊઠાવીને લાવે છે અને ત્યારે તેઓ પીતા હતા. મિત્રો પરંતુ અમે નર્મદાનું પાણી તેમના સુધી પહોંચાડવા માટે પાઇપલાઇન નાખી, અને 9000 ગામો સહિત સૈનિકો સુધી એ પાણી પહોંચાડ્યું છે ગુજરાત સરકારે. શું આવું કામ આપની સરકાર ના કરી શકે, કરી શકે પરંતુ તેમની દાનત નથી.

narendra modi
વસુંધરા રાજેની સરકારમાં રાજસ્થાનનો વિકાસ દર 9 ટકા હતો જ્યારે ગહેલોતની સરકારમાં વિકાસદર 4.9 ટકા પર આવી ગયો છે.ભાજપના સમયમાં કૃષિ વિકાસદર 4 ટકા વધારે હતો. પરંતુ કોંગ્રેસની સરકાર બનતા 2.5 થઇ ગયો. સર્વિસ સેક્ટરમાં સૌથી વધારે ટુરિઝમ ક્ષેત્ર આવે. તેમાં ઉત્તર પ્રદેશના આગ્રા બાદ સૌથી વધારે પ્રવાસીઓ રાજસ્થાનમાં આવે છે. ભૈરોસિંહ શેખાવતે ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ખૂબ મોટું કામ કર્યું હતું. ત્યારે આખા હિન્દુસ્તાનમાંથી ટુરિઝમમાં ખાલી રાજસ્થાનની ટકાવારી 5 ટકા હતી, કોંગ્રેસ સરકાર આવી ત્યારે તે 2.5 ટકા થઇ ગયું. મિત્રો ટુરિઝમને નુકસાન થાય ત્યારે એ તમને નુકસાન કરે છે, હોટેલ, રિક્ષાવાળા, ચા વેચનાર, પકોડા બનાવનાર દરેકને નુકસાન થાય છે. રાજસ્થાનમાંના દરેક ખુણામાંથી કોંગ્રેસને સાફ કરી નાખો, અને હાલત ખરાબ કરનારી આ સરકારને રદિયો આપી દો.

મિત્રો આ દિલ્હીની સરકાર મોજ કરવા માટે સત્તામાં આવે છે. મિત્રો આવા લોકો પર વિશ્વાસ ના મૂકતા અને આપના વધુ પાંચ વર્ષ બરબાદ ના કરતા. દિલ્હીમાં હવે ભાજપ સરકાર બનશે અને અને રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર બનશે તો આપના તો બંન્ને હાથમાં લાડવા રહેશે. જેના મિત્રો 1 તારીખે થનારા મતદાનમાં ભાજપને વિજય બનાવો અને જુઓ કે જેટલું કામ કોંગ્રેસે નથી કર્યું એનાથી વધારે કામ વસુંધરા રાજે કરીને બતાવશે.

સાંભળો મોદને લાઇવ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X