For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સહિત 8 નેતાઓમાંથી PM પદનો ઉમેદવાર હશે: મુખ્તાર અબ્બાસ નકવી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
અગરતલા, 5 ફેબ્રુઆરી: ભાજપમાં વડાપ્રધાન પદની ઉમેદવારને લઇને ઝડપથી નિવેદનબાજી થઇ રહી છે ત્યારે મુખ્તાર અબ્બાસ નકવીએ સોમવારે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના આઠ વરિષ્ઠ નેતાઓમાંથી કોઇ એક વડાપ્રધાન પદનો ઉમેદવાર હશે.

અગરતલામાં પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે સંસદીય બોર્ડ યોગ્ય સમયે પાર્ટીના વરિષ્ઠ આઠ નેતાઓમાંથી એકને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરવામાં આવશે. તેમને કહ્યું હતું કે આ મુદ્દે પાર્ટીમાં કોઇ અસમંસજસ કે મતભેદ નથી.

ત્રિપુરામાં 14 ફેબ્રુઆરીએ થનારી વિધાનસભાની ચુંટણી માટે પાર્ટી ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ મુખ્તાર અબ્બાસ નકવીએ આ વાત કહી હતી. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે ઓછામાં ઓછી આઠ મહત્વપૂર્ણ પાર્ટીઓ એનડીએ ગઠબંધનમાં સામેલ થવા જઇ રહી છે. આ પાર્ટીઓના નામ અંગે ખુલાસો કરવાની મનાઇ કરતાં મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે કેટલીક પાર્ટીઓ ગઠબંધન સાથે કામ કરી ચૂકી છે.

કોંગ્રેસ નેતૃત્વવાળી યૂપીએ ગઠબંધન પર પ્રકાર કરતાં મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે મનમોહન સિંહ વડાપ્રધાન તો છે પરંતુ રિમોટ કંટ્રોલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હાથમાં છે.

English summary
Narendra Modi is one of the eight top BJP leaders who could be the party's prime ministerial candidate in the next Lok Sabha polls, BJP Vice-President Mukhtar Abbas Naqvi said here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X