મોદી આરએસએસના ગુંડા, રાજનાથ સિંહ તેમના ગુલામઃ બેની પ્રસાદ
નવી દિલ્હી, 2 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર વિરોધીએના હુમલા વધી ગયા છે. ક્યારેક રાહુલ ગાંધી તેમના પર પ્રહાર કરે છે તો ક્યારેક કોંગ્રેસના નેતા તેમના પર શાબ્દિક બાણ ચલાવે છે. જો કે, બેની પ્રસાદ વર્માએ આ પહેલા પણ અનેકવાર નરેન્દ્ર મોદીને લઇને તીખા શબ્દોનો ઉચ્ચાર્યા છે.

બેની પ્રસાદ વર્માએ મોદી પર આરોપ લગાવતા કહ્યું કે, મોદી માટે આરએસએસ અને ભાજપ વેંચાઇ ચૂક્યું છું. તેમણે કહ્યું કે, ભાજપમાં એ જ થાય છે જે મોદી ઇચ્છે છે. તેમણે કહ્યું કે મોદી પોતાના વરિષ્ઠ નેતાઓની ઇજ્જત નથી કરતા. હવે જોવાનું એ રહ્યું કે, બેની પ્રસાદ વર્મા દ્વારા કરવામાં આવેલા પ્રહારોનો ભારતીય જનતા પાર્ટી અને પક્ષના અધ્યક્ષ રાજનાથ સિંહ કેવા શબ્દોમાં જવાબ આપે છે.












Click it and Unblock the Notifications
