નરેન્દ્ર મોદી PM બન્યા તો હું ભારત છોડી દઇશ : અનંતમૂર્તિ

અનંતમૂર્તિના આ નિવેદનને કારણે ભારતીય જનતા પાર્ટી તરફથી આકરા પ્રત્યાઘાતો આવ્યા છે. પાર્ટીએ કહ્યું છે કે લેખક ભારત છોડી જવા માટે મુક્ત છે, એમને કોઈ રોકશે નહીં. અનંતમૂર્તિએ મોદનો વિરોધ કરવાનું કારણ આપતા જણાવ્યું કે ગુજરાતના મુખ્ય પ્રધાન મોદી જો વડા પ્રધાન બનશે તો તેનાથી લોકોમાં ગભરાટ પેદા થશે.
બેંગલોરમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં બોલતા અનંતમૂર્તિએ જણાવ્યું હતું કે "હું તો આ દેશમાં નહીં રહું, જો મોદી વડા પ્રધાન બનશે તો. એ (મોદી) ગભરાટ પેદા કરશે અને જો કોઈ ડરામણો માણસ આવા હોદ્દા પર બેઠેલો હોય તો લોકો ડરના માર્યા એમને ઝૂકેલા રહેશે. ડર કાયરોને પેદા કરે છે".












Click it and Unblock the Notifications
