One Nation-One Election: મોદી કેબીનેટે મંજૂર કર્યો વન નેશન વન ઈલેક્શનનો પ્રસ્તાવ, વાંચો કોવિંદ સમિતિનો રિપોર્ટ

One Nation-One Election: વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી મળી ગઈ છે. લગભગ એક વર્ષ સુધી મંથન કર્યા બાદ કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે.

આ પ્રસ્તાવ દેશમાં લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો ઉદ્દેશ્ય સંસાધનોને બચાવવા, વિકાસને વેગ આપવા અને લોકશાહીને મજબૂત કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શનની શક્યતાઓ પર પોતાનો રિપોર્ટ રજૂ કર્યા બાદ આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો

આ પ્રસ્તાવ પર કામ કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી.

આ સમિતિએ માર્ચમાં પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં કેટલીક મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી હતી.
લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સાથે થવી જોઈએ.

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ (જેમ કે નગરપાલિકાઓ અને પંચાયતો) 100 દિવસની અંદર યોજવી જોઈએ.

આ ભલામણોના અમલીકરણની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે એક 'અમલીકરણ જૂથ'ની રચના કરવી જોઈએ.

એક સામાન્ય મતદાર યાદી અને એક જ મતદાર ઓળખ કાર્ડની વ્યવસ્થા હોવી જોઈએ, જે ચૂંટણી પંચ (ECI) અને રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવે.

One Nation One Election

વન નેશન વન ઇલેક્શનનો શું ફાયદો થશે?

  • સંસાધનોની બચત થશે.
  • વિકાસ અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળશે.
  • લોકશાહીનો પાયો મજબૂત બનશે.
  • તેનાથી દેશની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મદદ મળશે.

બંધારણીય સુધારા અને કાર્યવાહી - સમિતિએ આ યોજનાને લાગુ કરવા માટે 18 બંધારણીય સુધારાની ભલામણ કરી છે. આમાંના મોટા ભાગના સુધારા માટે રાજ્યની વિધાનસભાઓની સંમતિની જરૂર રહેશે નહીં, પરંતુ કેટલાક કિસ્સાઓમાં બંધારણ સુધારા બિલ સંસદ દ્વારા પસાર કરવા પડશે. ઉપરાંત કેટલાક ફેરફારોને અડધા રાજ્યો દ્વારા બહાલીની જરૂર પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન - વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી આ યોજનાના સમર્થક છે. તેમનું માનવું છે કે એક રાષ્ટ્ર, એક ચૂંટણી (વન નેશન વન ઈલેક્શન) માત્ર ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવશે નહીં, પરંતુ દેશમાં રાજકીય સ્થિરતા અને વિકાસને પણ પ્રોત્સાહન આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X