32 મંત્રીઓના વિભાગ એમ જ નથી બદલ્યા, આ છે શાહનો પ્લાન

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેબિનેટમાં વિસ્તરણ કર્યું. આ મંત્રીમંડણના વિસ્તરણ સાથે જ જૂના કેટલાક મંત્રીઓને નીકાળી દેવામાં આવ્યા અને કેટલાક નવા ચહેરાઓને ઉમેરવામાં આવ્યા. આ સિવાય કેટલાક જૂના મંત્રીઓને સારા કામનું ઇનામ પણ આપવામાં આવ્યું. 4 મંત્રીઓને પ્રમોશન મળ્યું અને કુલ 13 મંત્રીઓએ શપથ લીધા. આ સિવાય 32 મંત્રીઓના વિભાગ બદલાયા. પીએમ મોદીના આ મંત્રીમંડળના વિસ્તરણ પાછળ મોટી રાજકીય રણનીતિ જવાબદાર હોય તેમ મનાઇ રહ્યું છે. તેવી પર ચર્ચા છે કે આ પાછળ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું 350 પ્લસ મિશન જવાબદાર છે.

સાઉન ઇન્ડિયા પર નજર

સાઉન ઇન્ડિયા પર નજર

પીએમ મોદી અને અમિત શાહની જોડેએ 2019માં થનારી લોકસભાની ચૂંટણીને લઇને 350થી વધુ સીટો પર જીતવાની રણનીતિ તૈયાર કરી છે. ત્યારે આ કેબિનેટ વિસ્તરણને પણ આ જ રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી પર નજર રાખીને જ આ તમામ મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે. અમિત શાહે આ માટે તટીય વિસ્તારોની પસંદ કર્યા છે.

કુલ સીટો

કુલ સીટો

ઉલ્લેખનીય છે કે ઇસ્ટ વેસ્ટ કોસ્ટ મેળવીને કુલ 123 લોકસભા સીટો છે. જેમાં પશ્ચિમ બંગાળની 42 સીટો, તમિલનાડુ-પોંડિચેરીની 40, કેરળની 20 અને ઓડિસાની 21 સીટો છે. આ માટે પીએમ મોદીએ કેરળના એલ્ફોંસ કન્નથનમને પર્યટન, ઓડિસ્સાના ધર્મેન્દ્ર પ્રધાનને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી બનાવ્યા છે. તમિલનાડુ અને આંધ્રા બેલ્ટ માટે નિર્મલા સીતારમણને રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

યુપી અને બિહાર

યુપી અને બિહાર

દેશની રાજનીતિમાં ખાસ મહત્વ ધરાવનાર યુપી અને બિહારને પણ મોદીના મંત્રીમંડળમાં સારી એવી જગ્યા આપવામાં આવી છે. યુપીમાં 80 અને બિહારની લોકસભામાં 40 સીટો છે. આ સમયે મોદીના મંત્રાલયમાં યુપીથી 12 મંત્રીઓ છે અને બિહારથી 9 મંત્રીઓ છે. મોદી કેબિનેટમાં ફેરફાર કરીને ગત રવિવારે યુપી-બિહારથી વધુ બે મંત્રીઓને જગ્યા આપી છે.

નવા સાંસદ

નવા સાંસદ

યુપીથી સત્યપાલ સિંહ અને શિવપ્રતાપ શુક્લને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તો બિહારથી આર કે સિંહને સ્વતંત્ર રાજ્યમંત્રી અને અશ્વિની ચોબે પણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યાં જ રાજસ્થાનથી મોદીની કેબિનેટમાં ગજેન્દ્ર સિંહ શેખાવતને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જો કે ગુજરાતના કોઇ મંત્રીનું નામ આ નવા લિસ્ટમાં સામેલ કરવામાં નથી આવ્યું.

English summary
PM modi Cabinet reshuffle targets amit shahs 350 plus seats in 2019 loksabha election

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.