મોદી ફેક્ટર યુપીમાં ચાલશે નહી: મુલાયમ
લખનઉ, 10 જુલાઇ: સમાજવાદી પાર્ટી (સપા) પ્રમુખ મુલાયમ યાદવે ગુજરાતના મુખ્યમંત્રી તથા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં બુધવારે કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદી ફેક્ટર કામ કરશે નહી.
મુલાયમ સિંહ યાદવ બુધવારે રામપુરમાં કેબિનેટ મંત્રી આજમ ખાનની માતાના નિધન પર શોક વ્યક્ત કરવા ગયા હતા. તેમને સંવાદદાતાઓને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અલગ મિજાજ ધરાવતો પ્રદેશ છે. આ ગુજરાત જેવો નથી. અહી નરેન્દ્ર મોદી ફેક્ટર કામ કરશે નહી.

સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી લડીને જુવે. અહીની જનતા તેમને પાઠ ભણાવશે. તેમને કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી પણ નરેન્દ્ર મોદીને પાઠ ભણાવવામાં પાછળ રહેશે નહી.












Click it and Unblock the Notifications
