મોદી ધારે ત્યારે વિઝા માટે અરજી કરી શકે છેઃ યુએસ

સેન્ટ્રલ અને સાઉથ એશિયા માટેના અમેરિકાના નાયબ વિદેશમંત્રી રોબર્ટ બ્લેકે કહ્યું છે કે, ગુજરાત સાથે અમેરિકાના સારા સંબંધો છે અને અમેરિકાની કંપનીઓ માટે ગુજરાત એક ઘણું જ મહત્વનું માર્કેટ છે.
'' મોદી અંગે હું કોઇ અનુમાન કરવા માગતો નથી, તેઓ બીજી વિઝા અરજી કરવા માટે મુક્ત છે અને વ્યવસ્થાતંત્ર તેની પ્રણાલી અનુસાર આગળ વધશે. 2002માં થયેલા રમખાણોને દસકો વીતિ ગયા બાદ જે રીતે યુકેએ કૂણું વલણ અપનાવ્યું છે તે રીતે યુએસ પણ તેવું વલણ અપનાવી રહ્યું છે કે શું? તેવા પ્રશ્નનો તેમણે જવાબ આપ્યો હતો. જ્યારેથી આ રમખાણો થયા હતા ત્યારથી યુએસએ મોદીને વિઝા નહીં આપવાનો નિર્ણય કર્યો હતો.
મોદીને વિઝા આપવા અંગે અમેરિકાનું નરમ પડવા પાછળ એવી ધારણા લગાવવામાં આવી રહી છેકે, યુકેએ જે રીતે મોદી અને ગુજરાત સાથે સંબંધો સુધારવાની પહેલ કરી છે તે રીતે અમેરિકા પણ તેને અનુસરી રહ્યું છે.












Click it and Unblock the Notifications
