For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારે લગાવ્યો ઈ-સિગરેટ પર પ્રતિબંધ, જેલ સાથે 5 લાખ સુધીનો દંડ

કેન્દ્રીય કેબિનેનટની બુધવારે મહત્વની બેઠક થઈ. આ બેઠકમાં ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય કેબિનેનટની બુધવારે મહત્વની બેઠક થઈ. આ બેઠકમાં ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ કેબિનેટે નિર્ણય પર અમલ માટે લાવવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટ મીટિંગમાં પાસ કરાયેલા પ્રસ્તાવો વિશે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપી.

ઈ-સિગરેટ પર લાગ્યો પ્રતિબંધ

ઈ-સિગરેટ પર લાગ્યો પ્રતિબંધ

નાણામંત્રી નિર્મલા સીતારણે કેબિનેટમાં પાસ પ્રસ્તાવો વિશે માહિતી આપતા કહ્યુ કે સરકાર દ્વારા ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, ‘ઈ-સિગરેટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, પ્રોડક્શન અને વેચાણ, વિતરણ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ ઈ-સિગરેટના પ્રમોશન પર પણ રોક લગાવી દેવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યુ, એવા રિપોર્ટ્સ છે કે આની 400થી વધુ બ્રાંડ છે જેમાંથી હજુ સુધી કોઈ પણ ભારતમાં નિર્મિત નથી અને તે 150થી વધુ ફ્લેવરમાં આવે છે.'

કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય

તમને જણાવી દઈએ કે હાલમાં જ ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ દ્વારા પ્રોહિબિશન ઑફ ઈ-સિગરેટ ઑર્ડિનન્સ 2019ની તપાસ કરવામાં આવી હતી. ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે આમાં સામાન્ય સૂચન આપ્યા હતા. વાસ્તવમાં ઈ-સિગરેટનું સેવન કરવાથી વ્યક્તિને ડિપ્રેશન થવાની સંભાવના વધી બમણી થઈ જાય છે. એક શોધ મુજબ જે લોકો ઈ-સિગરેટનુ સેવન કરે છે તેમને હાર્ટ એટેકનો ખતરો 56 ટકા સુધી વધી જાય છે. વળી, લાંબા સમય સુધી આનુ સેવન કરવાથી બ્લડ ક્લોટની સમસ્યા પણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ રેલવે કર્મચારીઓને જલસા, 78 દિવસનું બોનસ મળશેઆ પણ વાંચોઃ રેલવે કર્મચારીઓને જલસા, 78 દિવસનું બોનસ મળશે

3 વર્ષની જેલ અને 5 લાખ સુધીના દંડની જોગવાઈ

આ વટહુકમમાં હેલ્થ મિનિસ્ટ્રીએ પહેલી વાર નિયમોના ઉલ્લંઘન પર એક વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયાના દંડનો પ્રસ્તાવ આપ્યો છે. વળી, એકથી વધુ વાર નિયમ તોડવા પર મિનિસ્ટ્રીએ 5 લાખ રૂપિયા દંડ અને 3 વર્ષ સુધીની જેલની ભલામણ કરી છે. ઈ-સિગરેટ, હીટ-નૉટ-બર્ન સ્મોકિંગ ડિવાઈસિઝ, વેપ એન્ડ ઈ-નિકોટિન ફ્લેવર્ડ હુક્કા જેવા વૈકલ્પિક ધૂમ્રપાન ઉપકરણો પર પ્રતિબંધ લગાવવા મોદી સરકારના પહેલા 100 દિવસના એજન્ડાની પ્રાથમિકતાઓમાં શામેલ હતુ. ઈ-સિગરેટ એક રીતનુ ઈલેક્ટ્રોનિક ઈન્હેલર હોય છે જેમાં નિકોટીન અને અન્ય રસાયણયુક્ત તરલ ભરવામાં આવે છે. ઈએનડીએસ એવો ઉપકરણોને કહેવામાં આવે છે જેમનો ઉપયોગ કોઈ પ્રવાહીને ગરમ કરીને એરોસોલ બનાવવા માટે કરવામાં આવે છે જેમાં વિવિધ ફ્લેવર હોય છે પરંતુ ઈ-સિગરેટમાં જે લિક્વિડનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘણી વાર નિકોટિન હોય છે અને ઘણી વાર વધુ ખતરનાક રસાયણ હોય છે.

English summary
modi government bans e-cigarettes, fine up to Rs. 5 lakhs and imprisonment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X