મોદી સરકારનો દાવો, 2017 થી 2019 વચ્ચે 3.79 લાખ સરકારી નોકરીઓ આપી

કેન્દ્રની મોદી સરકાર પર દેશમાં બેરોજગારીને કારણે ઘણા સવાલો કરવામાં આવી રહ્યા છે. તેવી સ્થિતિમાં હાલમાં જ મોદી સરકારે વર્ષ 2017 થી 2019 વચ્ચે 3.79 લાખ સરકારી નોકરીઓ આપવાનો દાવો કર્યો છે.

કેન્દ્રની મોદી સરકાર પર દેશમાં બેરોજગારીને કારણે ઘણા સવાલો કરવામાં આવી રહ્યા છે. તેવી સ્થિતિમાં હાલમાં જ મોદી સરકારે વર્ષ 2017 થી 2019 વચ્ચે 3.79 લાખ સરકારી નોકરીઓ આપવાનો દાવો કર્યો છે. 2019-20 અંતરિમ બજેટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે તેમને 2017-18 દરમિયાન 2,51,279 જેટલી નોકરીઓ આપી, જયારે હવે આ આંકડો 3,79,544 સુધી પહોંચવાનું અનુમાન છે.

modi sarkar

આ ડેટા મોદી સરકાર માટે ફાયદાકારક સાબિત થઇ રહ્યા છે કારણકે વિપક્ષ હંમેશા મોદી સરકાર પર નોકરીઓ નહીં આપવાને કારણે પ્રહાર કરતા રહ્યા છે. આ નોકરીઓમાં સૌથી વધારે નિયુક્તિ રેલવે મંત્રાલય, પોલીસ ફોર્સ અને ડાયરેક્ટ એન્ડ ઈન્ડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં થઇ છે. તેની સાથે સાથે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે ભારતીય રેલવે 1 માર્ચ 2019 સુધી 98,999 નોકરીઓ આપશે.

આ પણ વાંચો: PM Kisan યોજનાના રૂ. 2 હજાર રૂપિયા નહીં મેળવી શકો, જો આ દસ્તાવેજો નથી તો

તેની સાથે સાથે 1 માર્ચ 2019 સુધી પોલીસ વિભાગમાં 79,353 નોકરીઓ હશે. ત્યાં જ ડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં 1 માર્ચ 2019 સુધીમાં 80,143 નોકરીઓ આપવામાં આવશે. સિવિલ એવિયેશન મંત્રાલયમાં 1 માર્ચ 2019 સુધીમાં 2363 કરતા પણ વધારે નોકરીઓ હશે. પોસ્ટ વિભાગમાં 4,21,068 જેટલા લોકોને 1 માર્ચ સુધીમાં નોકરીઓ માટે નિયુક્ત કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ વિદેશ મંત્રાલયમાં પણ 11,877 લોકોને નિયુક્ત કરવામાં આવશે.

આ પણ વાંચો: NSSO સર્વેઃ બેરોજગારીએ તોડ્યો 45 વર્ષનો રેકોર્ડ, નોટબંધી બાદ 6.1 %એ પહોંચ્યો આંકડો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X