પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહની યાદમાં મોદી સરકાર દિલ્હીમાં બનાવશે મેમોરિયલ, કેબિનેટ બેઠક બાદ નિર્ણય
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. કેન્દ્ર સરકારે પૂર્વ પીએમના સન્માનમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક સ્મારક બનાવવાની જાહેરાત કરી છે. સ્મારક માટે જગ્યા ફાળવવા માટે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની વિનંતીના જવાબમાં આ નિર્ણય આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક અખબારી યાદી દ્વારા ડૉ. સિંહના યોગદાનને યાદ કરવા અને સન્માન આપવા માટે દિલ્હીમાં સ્મારક બનાવવાની માહિતી શેર કરી હતી. કોંગ્રેસે શુક્રવારે ડો. મનમોહન સિંહની યાદમાં સ્મારક બનાવવાની માંગ કરી હતી, જેઓ 2004 થી 2014 સુધી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં વડાપ્રધાન હતા.

કેબિનેટ બેઠક બાદ તરત કરાઈ જાહેરાત
ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને દિવંગત વડાપ્રધાન મનમોહન સિંહના પરિવારોને ડૉ. સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવાના સરકારના નિર્ણય વિશે સીધી માહિતી આપી હતી. આ જાહેરાત કેબિનેટની બેઠક બાદ તરત જ અને ડૉ. સિંહના અંતિમ સંસ્કારની તૈયારીઓ વચ્ચે કરવામાં આવી હતી.
અંતિમ સંસ્કારનું સ્થળ નક્કી કરવામાં વિલંબ
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ ડૉ. સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે સ્થળ નક્કી કરવામાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને ભારતના પ્રથમ શીખ વડાપ્રધાનનું અપમાન ગણાવ્યું હતું, જોકે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. પૂર્વ પીએમ મનમોહન સિંહની યાદમાં સ્મારક બનાવવાની મોટી જાહેરાત કરીને બધાના દિલ જીતી લીધા છે.












Click it and Unblock the Notifications
