મોંઘવારી પર સંસદમાં થશે ચર્ચા, સરકાર પણ રાજી
નવી દિલ્હી, 5 જુલાઇ: મોદી સરકારના કાર્યકાળમાં સોમવારે શરૂ થઇ રહેલી સંસદના પહેલા બજેટ સત્રમાં જ્યાં વિરોધપક્ષ મોંઘારી, રેલવે ભાડું અને ગેસની કિંમતોમાં થયેલા વધારો અને ઇરાકમાં ભારતીય નાગરિકોના મુદ્દાને જોરશોરથી ઉઠાવવા માટે અડેલા છે, જ્યારે સરકાર જનહિત સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર નિયમો અંતર્ગત ચર્ચા માટે તૈયાર છે.
લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં બજેટ સત્રના સુચારૂ રીતે સંચાલન અને ગૃહમાં સારા સમન્વય અંગે વિભિન્ન દળોના નેતાઓએ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકમાં હાજર ન્હોતા પરંતુ તેમને બાદમાં ભોજન પર આમંત્રિત કરવામાં આવ્યા જ્યાં તેઓ તમામ પક્ષોના નેતાઓને મળ્યા.

સંસદીય કાર્ય મંત્રી એમ વેંકૈયા નાયડૂએ જણાવ્યું કે કેટલાંક રાજનૈતિક દળોએ આ સત્રમાં મોંઘવારી, રેલવે ભાડું અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરાવવાની માંગ કરી છે, અને સરકાર બંને ગૃહમાં નિયમો હેઠળ અને આસનની પરવાનગીથી દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે. સાથે જ તેમણે જણાવ્યું કે સરકાર ઇચ્છે છે કે આ મુદ્દા પર બજેટ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન જ ચર્ચા થાય તો વધુ સારુ રહેશે.












Click it and Unblock the Notifications
