For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર માટે કાનૂન બનાવે સરકારઃ મોહન ભાગવત

રામ મંદિર માટે કાનૂન બનાવે સરકારઃ મોહન ભાગવત

|
Google Oneindia Gujarati News

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ આજે 93મો સ્થાપના દિવસ મનાવી રહ્યું છે, આ અવસર પર નાગપુરમાં સ્વયંસેવકોએ પથ સંચાલન કર્યું, આ કાર્યક્રમમાં નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી પણ હાજર રહ્યા છે. જણાવી દઈએ કે આરએસએસ દર વર્ષે વિજયાદશમીના તહેવાર પર શસ્ત્ર પૂજા કરે છે, આ અવસર પર મોહન ભાગવતે સ્વયંસેવકોને સંબોધિત પણ કર્યા. પોતાના સંબોધનમાં ભાગવતે મોટું નિવેદન આપ્યું, એમણે કહ્યું કે સરકારે જલદી જ કાનૂન બનાવીને અયોધ્યામાં મંદિર નિર્માણ કરવું જોઈએ.

mohan bhagawat

ઉલ્લેખનીય છે કે રામ મંદિર મુદ્દે છેલ્લા કેટલાય વર્ષોથી માત્ર પોલિટિકલ મુદ્દો જ બનીને રહી ગયો છે. અયોધ્યામાં મંદિર બનવું જોઈએ કે મસ્જિદ તે મામલે હજુ ગુંચવણો છે જ જ્યારે બીજી બાજુ ટાઈટલ સૂટનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં અટવાયેલો પડ્યો છે. આવતા મહિને જો કે ટોઈટલ સૂટના મામલે સૂનાવણી હાથ ધરવામાં આવશે. આ મામલે સતત રાજકારણ રમાઈ રહ્યું છે પણ મુદ્દાનો હલ હજુ સુધી આવ્યો નથી.

બીજી બાજુ રામ મંદિર બનાવવાની માગણી સાથે પ્રવિણ તોગડિયા પણ 21મી ઓક્ટોબરે લખનઉથી અયોધ્યા સુધીની કૂચ કરશે. પ્રવિણ તોગડિયાની કૂચના ચાર દિવસ બચ્યા છે એવામાં ફૈઝાબાદ પ્રશાસનની ચિંતા પણ વધી ગઈ છે. જિલ્લા પ્રશાસને સુરક્ષા અને દેખરેખને લઈને પોલીસને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા માટે કહી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Live: સબરીમાલા પર ઘમાસાણ, કેટલાય વિસ્તારોમાં કલમ 144 લાગુ, કેરળ બંધનું એલાન

English summary
modi govt should bring new ordinance to build ram temple in ayodhya says mohan bhagawat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X