વિપક્ષના વિરોધ બાદ કેન્દ્રએ બદલ્યો નિર્ણય, પ્રશ્નકાળમાં લેખિત પ્રશ્નોના જવાબ આપશે સરકાર

સંસદના આગામી ચોમાસુ સત્રમાંથી પ્રશ્નકાળ રદ કરવા માટેના નિર્ણય પર વિપક્ષી નેતાઓના હોબાળા બાદ કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય બદલી દીધો છે.

નવી દિલ્લીઃ સંસદના આગામી ચોમાસુ સત્રમાંથી પ્રશ્નકાળ રદ કરવા માટેના નિર્ણય પર વિપક્ષી નેતાઓના હોબાળા બાદ કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય બદલી દીધો છે. 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્રમાં સાંસદ લેખિતમાં સવાલ પૂછી શકશે જેનો જવાબ લેખિતમાં જ આપવામાં આવશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ કે સરકાર લેખિત પ્રશ્નો માટે તૈયાર છે અને તેને બંને સંસદોના અધિકારીઓને આને સુવિધાજનક બનાવવાનો અનુરોધ કર્યો છે.

parliament

પ્રહલાદ જોશીએ કહ્યુ કે મે લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભા સભાપતિને સૂચન કર્યુ છે કે શૂન્યકાળનો સમય 30 મિનિટ રાખવામાં આવે. તે અંતિમ નિર્ણય લેશે. સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. અમે સ્પીકરને અતારાંકિત પ્રશ્ન લેવાનો પણ અનુરોધ કર્યો છે. સરકારના આ પગલાંને અર્થ હશે કે લેખિત સવાલોના લેખિતમાં જવાબ આપવામાં આવે. જોશીએ કહ્યુ કે અમે કોઈ પણ ચર્ચાથી ભાગી નથી રહ્યા અને અમે એ બધા મુદ્દાઓ કે વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે જેનો નિર્ણય કાર્યમંત્રણા સમિતિમાં લેવામાં આવશે. જોશીએ એ જણાવ્યુ કે ચોમાસુ સત્ર કોવિડ-19ના કારણે અભૂતપૂર્વ પરિસ્થિતિમાં થઈ રહ્યુ છે. તેમણે કહ્યુ કે જો પ્રશ્નકાળ થાય તો મંત્રાલયોના અધિકારીઓને સંસદમાં આવવુ પડશે અને આનાથી ભીડ થઈ શકે છે.

મંત્રીએ જણાવ્યુ કે સભ્યોની સુરક્ષા માટે ચોમાસા સત્ર દરમિયાન કોઈ પ્રશ્નકાળ નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યુ કે સત્ર માટે અધિસૂચના જારી થતા પહેલા સરકારે બધા વિપક્ષી દળોનો સંપર્ક કર્યો હતો અને તેમાથી મોટાભાગના સત્ર દરમિયાન પ્રશ્નકાળ આયોજિત ન કરવા પર સંમત થયા હતા. તેમણે કહ્યુ કે કમસે કમ 30 મિનિટનો શૂન્યકાળ હશે. વાસ્તવમાં કોરોના મહામારીના કારણે ચોમાસુ સત્રમાં પ્રશ્નકાળ સ્થગિત કરવાના નિર્ણય બાદ વિપક્ષે સરકારની આકરી ટીકા કરી છે જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરુરે આ વિશે સ્પષ્ટીકરણ માંગ્યુ છે. શશિ થરુરે કહ્યુ કે મે 4 મહિના પહેલા જ કહ્યુ હતુ કે સત્તાધારી નેતૃત્વ કોરોના મહામારીના બહાને લોકતંત્ર અને મતભેદને દબાવવાની કોશિશ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X